Not Set/ છોટાઉદેપુર : સરકારનાં વાયદા પોકળ, આજે પણ વિદ્યાર્થીઓને તરીને જવુ પડે છે શાળાએ

છોટાઉદેપુરનું બોકડીયા ગામ 800 ની વસ્તી ધરાવતું ગામ છે. ગામની વચ્ચેથી નદી પસાર થાય છે. નદીની સામે પાર પ્રાથમીક શાળા આવેલ છે. આઝાદીનાં વર્ષોથી અહીંયાનાં ગ્રામજનો દુઃખ ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પગપાળા એક ફળીયામાંથી નદી પસાર કરી એક કિલોમીટર દૂર આવેલ શાળામાં અભ્યાસ કરવા જાય છે. રાજકીય નેતાઓ ચૂંટણીનાં સમયે વોટ માંગવા આવે છે. તે […]

Top Stories Gujarat
Chhota udepur 2 છોટાઉદેપુર : સરકારનાં વાયદા પોકળ, આજે પણ વિદ્યાર્થીઓને તરીને જવુ પડે છે શાળાએ

છોટાઉદેપુરનું બોકડીયા ગામ 800 ની વસ્તી ધરાવતું ગામ છે. ગામની વચ્ચેથી નદી પસાર થાય છે. નદીની સામે પાર પ્રાથમીક શાળા આવેલ છે. આઝાદીનાં વર્ષોથી અહીંયાનાં ગ્રામજનો દુઃખ ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પગપાળા એક ફળીયામાંથી નદી પસાર કરી એક કિલોમીટર દૂર આવેલ શાળામાં અભ્યાસ કરવા જાય છે. રાજકીય નેતાઓ ચૂંટણીનાં સમયે વોટ માંગવા આવે છે. તે સમયે પુલ બનશેના ગ્રામજનોને વાયદા કરી ગયા બાદ જોવા પણ નથી આવતા. કે નથી પુલ મંજૂર કરાતો. ખાલી આ ભોળી આદીવાસી પ્રજા ને લોલીપોપ જ આપવામાં આવે છે. જેથી લોકોમાં રોષ ફેલાઇ ગયો છે. મહત્વનું છે કે વારંવાર નાયબ મુખ્ય મંત્રી, કલેકટર જિલ્લા વિકાસ અધિકારી, તેમજ માર્ગ અને મકાનનાં ઉચ્ચ અધિકારીને લેખિતમાં જાણ કરી છે. છતાં આ આદીવાસી લોકોનું કોઈ સાંભળતું નથી હવે એ જોવુ રહ્યું કે  રાજકીય નેતાઓ અને અધિકારીઓ આ બોકડીયા ગામની સમસ્યા દૂર કરશે કે નહીં.

chhota udepur2 છોટાઉદેપુર : સરકારનાં વાયદા પોકળ, આજે પણ વિદ્યાર્થીઓને તરીને જવુ પડે છે શાળાએ

છોટાઉદેપુર તાલુકાના બોકડીયા ગામ નદીની બંન્ને કિનારે વસેલું ગામ છે. દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી કોંજ વે કે નાળું બનાવવામાં આવ્યું નથી. ચૂંટણી સમયે નેતાઓ વચન આપીને જાય છે પરંતુ આજ દિન સુધી સુવિધાનાં નામે મીંડું નાના ભૂલકાઓ જીવના જોખમે નદી પાર કરી એક કિલોમીટર દૂર ભણવા જાય છે. સરકારના વિકાસનાં નામે પોકળ દાવા  હાલ તો ભર ચોમસે ગ્રામજનો સાથે વિદ્યાર્થીઓ દુઃખી બન્યા છે, પડતા વરસાદમા જીવનાં જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ચોમસા દરમ્યાન તો આ ગ્રામજનો દુઃખ ભોગવે છે પરંતુ હવે તો બારેમાસ દુઃખ ભોગવી રહ્યા છે ગામમાં કોઈ બીમાર પડેતો 108 પણ પહોંચી શકતી નથી કે આગ લાગેતો ફાયર વિભાગ પણ પહોંચી શકતું નથી.

chhota udepur1 છોટાઉદેપુર : સરકારનાં વાયદા પોકળ, આજે પણ વિદ્યાર્થીઓને તરીને જવુ પડે છે શાળાએ

આજે પણ નદીનાં પાણી ઘૂંટણ સમા હોય છતા શાળાનાં વિદ્યાર્થીઓ અને આંગણવાડીનાં ભૂલકાંઓ આ નદીમાંથી પસાર થાય છે. શિક્ષકો અને બાળકોનાં વાલીઓ  દરરોજ બાળકોને પાણીમાંથી ઊંચકીને લઈ જાય છે. કેટલીક વખત તો વાલીઓ વિદ્યાર્થીઓને નદી પાર કરાવે છે. શાળાનાં આચાર્ય પણ પુલ બને તેવી માંગ કરી રહ્યા છે. જેને લઈ બાળકોનો અભ્યાસ ચોમાસામાં બગડે નહી. ચોમાસા દરમ્યાન નદીમાં પાણી વધુ હોય વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ બગડે છે સરકાર મોટી મોટી વાતો કરે છે ભણે ગુજરાત આગળ વધે ગુજરાત  પણ અહી સવાલ ઉભો થાય છે કે કેવી રીતે ભણે ગુજરાત અને કેવી રીતે વધે ગુજરાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન