Not Set/ કેન્દ્ર સરકારે રાફેલ સંબંધી મહત્વની જાણકારી બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી

કેન્દ્ર સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ સાથે જોડાયેલા ફેંસલાની જાણકારી આપી હતી. આ ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજો બંધ કવરમાં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને સોંપવામાં આવ્યા હતા. રાફેલ ડીલ વિરુદ્ધ આખા દેશમાં વિરોધ વચ્ચે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે સરકાર પાસે આ સમજૂતી વિશેની પ્રક્રિયાની બધી જાણકારી માંગી હતી. કોર્ટે કહ્યું હતું કે, રાફેલની ઔપચારિક […]

Top Stories India
supreme court 1538027536 કેન્દ્ર સરકારે રાફેલ સંબંધી મહત્વની જાણકારી બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી

કેન્દ્ર સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ સાથે જોડાયેલા ફેંસલાની જાણકારી આપી હતી. આ ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજો બંધ કવરમાં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને સોંપવામાં આવ્યા હતા.

રાફેલ ડીલ વિરુદ્ધ આખા દેશમાં વિરોધ વચ્ચે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે સરકાર પાસે આ સમજૂતી વિશેની પ્રક્રિયાની બધી જાણકારી માંગી હતી. કોર્ટે કહ્યું હતું કે, રાફેલની ઔપચારિક વિધિ અને આ ફેંસલા સાથે જોડાયેલી બધી જાણકારી સરકારે કોર્ટને સોંપવી પડશે. કોર્ટમાં આ મામલે 29 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે.

ચીફ જસ્ટિસે એટર્ની જનરલને કહ્યું હતું કે, સરકારને કહો કે આ વિષે કોર્ટને જણાવે કે રાફેલ ડીલ કેવી રીતે થઇ. અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપને અમે ધ્યાનમાં લીધા નથી. આ આદેશ ફક્ત એ સુનિશ્ચિત કરવા માટે છે કે ફેંસલો લેવામાં પુરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે કે નહિ. અમે રાફેલની કિંમત અથવા એરફોર્સ માટે આના ઉપયોગ વિષે નથી પૂછી રહ્યા.