Not Set/ વેબસાઈટ પર થઈ રહેલા સતત ફેરફારોથી ઓનલાઈન આયકર ભરનારા કરદાતાઓ પરેશાન

તાજેતરમાં જ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની કોશિશ કરનારા પગારદાર કરદાતાઓ ને ઈલેક્ટ્રોનિક વર્ઝનમાં ફેરફાર જોવા મળ્યા હતા. આવકવેરા રિટર્ન ફાઈનલ કરવાની અંતિમ તિથિમાં હવે ત્રણ સપ્તાહ જેટલો સમય બાકી રહ્યાે છે. ત્યારે આવા વારંવારના ફેરફારોને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ફેરફારોને કારણે બીજી વખત માહિતી આપવી પડે છે અને અંતિમ સમયે વધુ જાણકારીઓ […]

Top Stories India
income tax efiling વેબસાઈટ પર થઈ રહેલા સતત ફેરફારોથી ઓનલાઈન આયકર ભરનારા કરદાતાઓ પરેશાન

તાજેતરમાં જ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની કોશિશ કરનારા પગારદાર કરદાતાઓ ને ઈલેક્ટ્રોનિક વર્ઝનમાં ફેરફાર જોવા મળ્યા હતા. આવકવેરા રિટર્ન ફાઈનલ કરવાની અંતિમ તિથિમાં હવે ત્રણ સપ્તાહ જેટલો સમય બાકી રહ્યાે છે. ત્યારે આવા વારંવારના ફેરફારોને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ફેરફારોને કારણે બીજી વખત માહિતી આપવી પડે છે અને અંતિમ સમયે વધુ જાણકારીઓ એકત્રિત કરવી પડે છે.

Tax Return e1534081239520 વેબસાઈટ પર થઈ રહેલા સતત ફેરફારોથી ઓનલાઈન આયકર ભરનારા કરદાતાઓ પરેશાન

અમુક મામલાઓમાં કરદાતાઓએ પોતાના સીએ પાસેથી નવું સ્પષ્ટીકરણ માગવું પડે છે. પગારદાર કરદાતા માટે આઈટીઆરની અંતિમ તારીખ 31 જૂલાઈ હતી જેને 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. પગારદાર વર્ગ દ્વારા ઉપયોગ કરાનારા ફોર્મ આઈટીઆર-1 અને આઈટીઆર-2ના ઈલેક્ટ્રોનિક વર્ઝનમાં ક્રમશઃ 1 ઓગસ્ટ અને 9 ઓગસ્ટે બદલી નાખવામાં આવ્યું હતું.

તાજા ફેરફારોમાં અન્ય સ્ત્રોતોથી આવક હેઠળ ટેક્સેબલ આવક સંબંધમાં વધારાની જાણકારીઆે માગવામાં આવી રહી છે. કરદાતાઆેને બેન્ક સેવિંગ એકાઉન્ટસની વ્યાજ, ટર્મ ડિપોઝીટ, ઈન્કમટેક્સ રિફંડ પર વ્યાજ અને બીજા વ્યાજથી અલગ અલગ દેખાડવા માટે કહેવામાં આવી રહ્યું છે.