દેશવાસીઓને રાહત/ ડુંગળીને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત; હવે 70 રૂપિયે કિલો ખરીદવી નહીં પડે કસ્તુરી

કસ્તુરીના ભાવ જળવાઇ રહે તે માટે કેન્દ્ર સરકારે પગલા ભરવા શરૂ કરી દીધા છે, જેથી આગામી સમયમાં ડૂંગળી 25 રૂપિયા સુધી પ્રતિકિલો ખરીદી શકાશે

India
ડુંગળી ડુંગળીને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત; હવે 70 રૂપિયે કિલો ખરીદવી નહીં પડે કસ્તુરી

નવી દિલ્હી: તહેવારોની સીઝન ટાણે જ ડુંગળીના ભાવમાં થયેલો ભડકો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે. રાજ્યના વિવિધ માર્કેટમાં એક કિલો ડુંગળીનો ભાવ 70 રુપિયાની આસ-પાસ સુધી પહોંચી ગયો છે. જ્યારે છુટક માર્કેટમાં અને શાકભાજીની લારીઓ પર ડુંગળી તેના કરતા પણ વધારે ભાવે વેચાઇ રહી છે.

ડુંગળીના વધતા ભાવને કન્ટ્રોલમાં રાખવા કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી દીધી છે. સરકારે ઘરેલુ માગને પહોંચી વળવા માટે ડુંગળીની નિકાસ પર 800 અમેરિકી ડૉલર પ્રતિ મેટ્રિક ટનનું લઘુત્તમ નિકાસ કિંમત નક્કી કરી દીધી છે. સરકારે બફર સ્ટોક માટે વધારાની 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય પણ લીધો છે. ગ્રાહક બાબતો ખાદ્ય તથા જાહેર વિતરણ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે.

મોંઘી ડુંગળીમાંથી રાહત આપવા માટે છૂટક બજારમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ‘બફર સ્ટોક’થી વેચાણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશભરમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત વધીને 47 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં આ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો હતો.

છૂટક બજારોમાં ‘બફર સ્ટોક’ની ડુંગળીને બે સહકારી સંસ્થાઓ, નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAAFED)ની દુકાનો અને વાહનો દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે વેચવામાં આવે છે. દિલ્હીમાં પણ ‘બફર સ્ટોક’માંથી ડુંગળી સમાન રાહત દરે વેચાઈ રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવામાન સંબંધિત કારણોને લીધે ખરીફ ડુંગળીની વાવણીમાં વિલંબ થયો હતો અને પાકના આગમનમાં વિલંબ થયો છે.

આ પણ વાંચો-મણિપુર હિંસા વચ્ચે ભારત-મ્યાંમાર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારવાની કેટલી જરૂર?

આ પણ વાંચો- ભારતે યુએનમાં ન આપ્યો વોટ; પ્રિયંકા ગાંધી-ઓવૈસી સહિતના વિપક્ષ નેતાઓએ ઉઠાવ્યા પ્રશ્ન