Not Set/ ગણેશજીના ઉત્સવની શરૂઆત, માટીના ગણપતિની મૂર્તિઓનો ટ્રેન્ડ

અમદાવાદ, ગણેશ ચતુર્થી એટલે બાપ્પાનાં વધામણાં, અમદાવાદમાં ગણેશચતુર્થીની ઉજવણી લોકો ધૂમધામથી કરતા હોય છે. શહેરભરમાં ગણેશોત્સવને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.. અમદાવાદમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ પુરજોરમાં થયુ હતુ. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ કરતા માટીની મૂર્તિઓનો ટ્રેન્ડ વધારો જોવા મળે છે. લોકો ટ્રકો ભરી ભરીને ગણેશજીને પોતાનાં ઘરે લઇ જવાં માટે ઉમટી પડ્યાં હતાં. માત્ર […]

Top Stories Ahmedabad
mantavya 122 ગણેશજીના ઉત્સવની શરૂઆત, માટીના ગણપતિની મૂર્તિઓનો ટ્રેન્ડ

અમદાવાદ,

ગણેશ ચતુર્થી એટલે બાપ્પાનાં વધામણાં, અમદાવાદમાં ગણેશચતુર્થીની ઉજવણી લોકો ધૂમધામથી કરતા હોય છે. શહેરભરમાં ગણેશોત્સવને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.. અમદાવાદમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ પુરજોરમાં થયુ હતુ.

mantavya 123 ગણેશજીના ઉત્સવની શરૂઆત, માટીના ગણપતિની મૂર્તિઓનો ટ્રેન્ડ

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ કરતા માટીની મૂર્તિઓનો ટ્રેન્ડ વધારો જોવા મળે છે. લોકો ટ્રકો ભરી ભરીને ગણેશજીને પોતાનાં ઘરે લઇ જવાં માટે ઉમટી પડ્યાં હતાં. માત્ર શહેરી જનો જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો બાપ્પાની મૂર્તિ લેવા માટે આવ્યાં હતાં.

mantavya 124 ગણેશજીના ઉત્સવની શરૂઆત, માટીના ગણપતિની મૂર્તિઓનો ટ્રેન્ડ

લોકોમાં ગણેશ ચતૂર્થિને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગણેશજીની મૂર્તિઓ લેવા માટે ઢોલ નગારા સાથે ઉમટી પડ્યાં હતા.

mantavya 125 ગણેશજીના ઉત્સવની શરૂઆત, માટીના ગણપતિની મૂર્તિઓનો ટ્રેન્ડ

ભક્તો પોતાનાં ઘરે બાપ્પાની સ્થાપના કરીને 10 દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે તેમની પુજા અર્ચના કરશે. બાપ્પાનાં આગમનને લઈને લોકોએ પંડાલને શોળે શણગાર સજ્યાં છે. ક્યાંક ડીજેનાં તાલ સાથે તૈયારીઓ કરાઈ છે. તો ક્યાંક સ્વચ્છતા અભિયાન, જેવાં વિવિધ સંદેશો સાથે બાપ્પાનાં પંડાલ બનાવાયાં છે.