Retirement/ ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ભારતનાં આ સ્પિનરે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષે તેણે ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.

Top Stories Sports
11 2021 12 24T144130.242 ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ
  • ક્રિકેટર હરભજનસિંહે ઇન્ટર.ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી ઘોષણા
  • ઇન્ટરનેશનલ ક્રિકેટમેચમાંથી લીધો સંન્યાસ
  • હરભજનસિંહે ટ્વિટ કરીને કરી જાહેરાત
  • પોતાની 23 વર્ષની કેરિયરને કરી અલવિદા
  • 1998માં પહેલી આંતર.મેચ રમ્યા હતા હરભજનસિંહ

ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ભારતનાં આ સ્પિનરે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષે તેણે ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.

આપને જણાવી દઇએ કે, ભારતનાં દિગ્ગજ સ્પિનર હરભજનસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં પોતાના 23 વર્ષ આપ્યા છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે તેની 23 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. 41 વર્ષીય હરભજને ટ્વિટર મારફતે લખ્યું, ‘બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને આજે હું રમતને વિદાય આપું છું જેણે મને જીવનમાં બધું આપ્યું છે, હું તે બધાનો આભાર માનવા માંગુ છું જેમણે આ 23 વર્ષની લાંબી સફરને સુંદર અને યાદગાર બનાવી છે’ , હૃદયપૂર્વક આભાર, આભારી. વળી, હરભજન સિંહે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેણે તેને સપોર્ટ કરનારા તમામ લોકોનો આભાર માન્યો છે. હરભજન સિંહે કહ્યું, ‘જ્યારે પણ હું ભારતની જર્સી પહેરીને મેદાન પર ગયો છું, મારા જીવનમાં તેનાથી મોટુ કોઈ મોટિવેશન નહોતુ. પરંતુ, જીવનમાં એક એવો મુદ્દો આવે છે જ્યારે તમારે કેટલાક મુશ્કેલ નિર્ણયો લઈને આગળ વધવું પડે છે. હું આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. જો કે, દેખીતી રીતે હું પહેલેથી જ નિવૃત્ત થઈ ગયો હતો. હરભજન સિંહે વધુમાં કહ્યું, ‘હું જ્યારે IPLમાં KKR ટીમનો ભાગ હતો ત્યારે મેં નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. દરેક ક્રિકેટરની જેમ હું પણ ભારતીય જર્સીમાં ટીમ ઈન્ડિયાને અલવિદા કહેવા માંગતો હતો પરંતુ ભાગ્યને કંઈક બીજું મંજૂર હતું. હું જે ટીમ માટે રમ્યો છું તેને મેં હંમેશા 100 ટકા આપ્યું છે.

આ પણ વાંચો – Cricket / મલિંગાનાં ડુપ્લિકેટે ક્રિકેટ જગતમાં મુક્યો પગ, યોર્કર જોઇ ભલ ભલા બેટ્સમેનનાં ઉભા થઇ જશે રૂંવાટા, Video

આપને જણાવી દઈએ કે, હરભજન સિંહે ભારત માટે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં UAE સામે રમી હતી. હરભજન સિંહે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી છે. વળી, 236 ODI મેચોમાં તેના 269 રેકોર્ડ છે. હરભજન સિંહે પણ ટીમ ઈન્ડિયા માટે કુલ 28 T20 મેચ રમી છે, જેમાં તેણે 25 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે માત્ર 17 વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી હતી અને આજે તે 41 વર્ષનો થયો છે. હરભજન સિંહે વર્ષ 1998માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે તે જ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2006માં સાઉથ આફ્રિકા સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.