#TokyoOlympic2021/ પ્રથમ વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરી રહેલી સિમરનજીત કૌર પહેલા જ મુકાબલામાં હારી

ટોક્યો ઓલિમ્પિક્સનાં આઠમાં દિવસે બોક્સર સિમરનજીત કૌરનો મુકાબલો મહિલા 60 કિલોની અંતિમ16 માં થાઇલેન્ડની સુદાપોર્ન સીસોંદી સાથેે થયો.

Top Stories Sports
11 611 પ્રથમ વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરી રહેલી સિમરનજીત કૌર પહેલા જ મુકાબલામાં હારી

ટોક્યો ઓલિમ્પિક્સનાં આઠમાં દિવસે બોક્સર સિમરનજીત કૌરનો મુકાબલો મહિલા 60 કિલોની અંતિમ16 માં થાઇલેન્ડની સુદાપોર્ન સીસોંદી સાથેે થયો. આ મેચમાં સિમરનજીત કૌર પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. તેણી આ રાઉન્ડમાં 5-0થી હારી ગઈ હતી. સિમરનજીત કૌર પ્રથમ વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરી રહી છે અને આનું દબાણ તેની રમતમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / દીપિકા કુમારી મેડલની નજીક પહોંચી, ક્વોર્ટરફાઇનલમાં મેળવ્યુ સ્થાન

સિમરનજીત કૌર બીજા રાઉન્ડમાં પણ હારી ગઈ હતી. તેને બીજા રાઉન્ડમાં 0-5થી હાર મળી હતી. તેને અહીથી પાછા ફરવું ઘણુ મુશ્કેલ હતું. સિમરનજીત કૌર મહિલાઓની 60 કિલો વર્ગની અંતિમ-16 મેચમાં હારી ગઈ હતી. તેણી પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેણીને થાઈલેન્ડની સુદાપોર્ન સીસોંદીએ 5-0થી હરાવી હતી. સુદાપોર્ન સીસોંદી ત્રણેય રાઉન્ડમાં જીત મેળવવામાં સફળ રહી હતી. આ હાર સાથે, ટોક્યો ઓલિમ્પિક્સમાં સિમરનજીતની સફર પૂરી થઈ ગઈ છે. આ બોક્સર સિમરનજીત કૌરની પ્રથમ ઓલિમ્પિક્સ છે. સિમરનજીત લુધિયાણાનાં ચકર ગામની વતની છે. ગામનાં લોકો સિમરનજીતની મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા, બોક્સર સિમરનજીત કૌર બાથની માતા રાજપાલ કૌરે કહ્યું કે, પ્રથમ મેચમાં દિકરી ઉચ્ચ આત્મવિશ્વાસ સાથે ઉતરશે. સિમરનજીત 60 કિલો વજન વર્ગમાં પોતાની પ્રતિભા બતાવશે. તેમણે કહ્યું કે, સિમરનજીતની જીત માટે સમગ્ર ગામ અરદાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલેએ બનાવ્યો નેશનલ રેકોર્ડ

સિમરનજીત કૌરની માતા રાજપાલ કૌરે મીડિયાને જણાવ્યું હતું કે, સિમરનજીત કૌરને અહી સુધી લાવવામાં સમગ્ર પરિવાર, એકેડમી સંચાલકો અને ગ્રામજનોએ સહયોગ આપ્યો છે. સિમરનજીત કૌર પાસેથી ટોક્યો ઓલિમ્પિકમાં દરેક વ્યક્તિને મેડલ લાવવાની ઉંચી આશાઓ છે. સિમરનજીતની માતા તેની દિકરીની જીત માટે પ્રાર્થના કરવા માટે સવારે અને સાંજે ગુરુદ્વારા સાહેબ જાય છે. તેમને પૂરી આશા છે કે તેમની પુત્રી ચોક્કસપણે દેશનું નામ રોશન કરશે.