#TokyoOlympic2021/ દીપિકા કુમારી મેડલની નજીક પહોંચી, ક્વોર્ટરફાઇનલમાં મેળવ્યું સ્થાન

ભારતીય તીરંદાજ દીપિકા કુમારીની ગૌરવપૂર્ણ યાત્રા આજે પણ યથાવત છે. તેણીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આરઓસીની સીનિયા પરસોવાને હરાવીને મહિલા વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધાનાં અંતિમ-8 માં સ્થાન મેળવ્યું છે.

Top Stories Sports

ભારતીય તીરંદાજ દીપિકા કુમારીની ગૌરવપૂર્ણ યાત્રા આજે પણ યથાવત છે. તેણીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આરઓસીની સીનિયા પરસોવાને હરાવીને મહિલા વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધાનાં અંતિમ-8 માં સ્થાન મેળવ્યું છે. આ રીતે તે ચંદ્રકની નજીક આવી ગઈ છે.

આ પણ વાંચો – જીત / છેલ્લી ટી 20માં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હરાવીને શ્રેણી 2-1થી જીતી

આ બંને તીરંદાજો માટે કાંટાની ટક્કર બરાબર હતુ, જ્યાં પહેલો સેટ દીપિકાને મળ્યો હતો. તેણે અહીં સતત 9, 10 અને 9 સ્કોર કરતી વખતે 28 પોઈન્ટ મેળવ્યા અને 2 સેટ પોઈન્ટ મેળવ્યા. બીજા સેટમાં, સીનિયાએ 27 પોઇન્ટ સાથે જીત મેળવી, કારણ કે અહીં દીપિકાએ ફક્ત 26 પોઇન્ટ મેળવ્યા હતા. દીપિકાને સેટનાં અંતિમ તીરથી ફટકો લાગ્યો હતો જે માત્ર 7 પોઇન્ટ લાવ્યો હતો. ત્રીજા સેટમાં દીપિકાએ ફરીથી 10, 9 અને 9 સ્કોર બનાવીને વાપસી કરી હતી પરંતુ ચોથો સેટ ડ્રોમાં સમાપ્ત થયો હતો. અહીં પાંચમો સેટ શરૂઆતમાં દીપિકાને ભારે પડી ગયો કારણ કે પ્રથમ તીર ફક્ત 7 પોઇન્ટ લાવ્યો હતો. સીનિયાએ જીત સાથે સેટ સમાપ્ત કર્યો અને બંને તીરંદાજો 5-5 થી બરોબરી પર રહ્યા હતા.

આ પણ વાંચો –રેલ્વે મંત્રાલયની મોટી જાહેરાત / ઓલમ્પિકમાં ગયેલા ખેલાડીઓ અને કોચ ને , મેડલ જીતવા બદલ કરોડોનું ઈનામ મળશે

પાંચમો સેટ સીનિયા માટે 9 પોઇન્ટ લાવ્યો, જેના જવાબમાં દીપિકાએ માત્ર 7 પોઇન્ટ મેળવ્યા પરંતુ તેણીએ ફરીથી 10 પોઇન્ટ મેળવ્યા જે પૂરતા ન હોતા અને દીપિકા સેટ હારી ગઇ હતી. ત્યારબાદ મેચ શૂટ ઓફમાં પહોંચી હતી. જેમાં, એક તીર એક પછી એક આપવામાં આવે છે. સીનિયાએ અહીં માત્ર 7 પોઇન્ટ મેળવ્યા હતા અને દીપિકાએ સીધા 10 ને લક્ષ્યાંક આપીને મેચ જીતી લીધી હતી. આ સાથે દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ ઇવેન્ટની અંતિમ અને બ્રોન્ઝ મેડલ મેચ આજે જ જોવા મળવાની છે. અગાઉ અતનુ દાસ પણ જબરદસ્ત જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.