Not Set/ જામનગરમાં 4.7ની તીવ્રતાનો ભૂંકપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

આ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ જામનગરથી 12 કિલોમીટર દૂર મોટી ખાવડી પાસે હોવાનું જાણવા મળ્યું છે. 

Top Stories

ગુજરાતના સૈારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી અને લોકો ગભરાઇ ગયા હતા  આ ભૂંકપની તીવ્રતા 4.7 નોંધાઇ હતી , આ ભૂંકપ પંથકમાં સાંજના સમયે 7.14 કલાકે આવ્યું હતું. જામનગરમાં જોરદાર ભૂંકપના આંચકા અનુભવાયા હતા .જામનગર શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4.7 થી વધુની તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.  આ ભૂંકપ બે સેકન્ડ સુધી રહ્યો હતો જેના પગલે લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો અને ઘરની બહાર નીકળી ગયા હતા અને સલામત સ્થળે પહોચ્યા હતા.આ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ જામનગરથી 12 કિલોમીટર દૂર મોટી ખાવડી પાસે હોવાનું જાણવા મળ્યું છે.

આ ભૂંકપમાં જાનહાનિના કોઇ અહે વાલ નથી પરતું 4.7 ની તીવ્રતાનો ભૂંકપ હોવાથી આ સમગ્ર પંથકમાં એક ભયનો માહોલ પ્રસરી ગયો છો લોકો હજીપણ દહેશત અને ચિંતામાં જોવા મળે છે. સારા સમાચાર છે કે કોઇ નુકશાન થયું નથી. પ્રશાસને જણાવ્યું છે કે ડરવાની જરૂર નથી. આ ભૂંકપ ની તીવ્રતા વધુ હતી,