અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલપાથલને કારણે તાલિબાનોએ દેશનો કબ્ઝો સંભાળી લીધો છે અને અત્યારે ત્યાંની સ્થિતિ એટલી સારી નથી. દરમિયાન, સમાચાર આવ્યા છે કે કાબુલનાં નવા શાસક ગુરુવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) નાં મુખ્યાલય પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, દેશ માટે બે વનડે રમનાર ભૂતપૂર્વ ક્રિકેટર અબ્દુલ્લા મઝારી તાલિબાન લડવૈયાઓ સાથે બોર્ડની ઓફિસમાં આવ્યા હતા.

આ પણ વાંચો – T20 world cup / ભારત-પાકિસ્તાનની મેચ પહેલા બાબર આઝમે ભારતને આપી ચેતવણી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં, ભારે હથિયારો સાથે તાલિબાન લડવૈયાઓ ACB નાં કોન્ફરન્સ હોલ પર કબ્ઝો કરતા જોઈ શકાય છે. થોડા દિવસો પહેલા બોર્ડનાં સીઈઓ હામિદ શિનવારીએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન ક્રિકેટ અને તેના ખેલાડીઓનું ભવિષ્ય જોખમમાં નથી. તેમણે કહ્યું હતું કે, તાલિબાન ક્રિકેટ અને રમતગમતને ટેકો આપે છે અને દેશનાં અધિગ્રહણ દરમિયાન તેના ખેલાડીઓ કોઇ નુકસાન નહીં થાય. હામિદે એ પણ ખાતરી આપી હતી કે, ક્રિકેટરોનાં પરિવારો સુરક્ષિત છે તેમ છતાં રાશીદ ખાને યુકેથી ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં તે ધ હન્ડ્રેડમાં રમી રહ્યો છે. હામિદે કહ્યું હતું કે, “તાલિબાન ક્રિકેટને પ્રેમ કરે છે. તેઓએ અમને શરૂઆતથી જ ટેકો આપ્યો છે. તેઓએ અમારી પ્રવૃત્તિઓમાં દખલગીરી કરી નથી. મને કોઈ દખલગીરી દેખાતી નથી અને હું સપોર્ટ માટે આતુર છું જેથી અમારું ક્રિકેટ પ્રગતિ કરી શકે.” અમને એક સક્રિય ચેરમેન મળ્યો છે, હું આગામી સૂચના સુધી સીઈઓ રહીશ.” દરમિયાન, થોડા દિવસો પહેલા, અફઘાનિસ્તાન ટીમનાં ક્રિકેટ મેનેજર હિકમત હસને પણ સ્પષ્ટ કર્યું હતું કે ટીમ આગામી યુએઈમાં ટી-20 વર્લ્ડ કપ રમશે અને તૈયારીઓ પણ ચાલી રહી છે. શ્રીલંકામાં પાકિસ્તાન સામેની તેની સીરીઝ પણ તાલિબાનનાં કબ્ઝા પછી શંકાસ્પદ હતી પરંતુ હસને તે તમામ અહેવાલોને નકારી કાઠ્યા હતા.

આ પણ વાંચો – Cricket / ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, તમામ દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા
તેમણે કહ્યું, ‘હા, અમે ટી20 વર્લ્ડ કપમાં રમીશું. તૈયારીઓ ચાલુ છે અને ઉપલબ્ધ ખેલાડીઓ આગામી થોડા દિવસોમાં તાલીમ માટે કાબુલમાં પાછા આવશે. અમે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામેલ ત્રિકોણીય સીરીઝ માટે સ્થળ શોધી રહ્યા છીએ અને તે ટી20 વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ તૈયારી હશે. અમે શ્રીલંકા જેવા કેટલાક દેશો સાથે વાત કરી રહ્યા છીએ અને મલેશિયા સાથે પણ અમારી વાત ચાલી રહી છે. જોઇએ પછી શું થાય છે. અમે પહેલેથી જ હંબનટોટામાં પાકિસ્તાન સાથે રમવા માટે તૈયાર છીએ અને તે સીરીઝ પણ ચાલુ છે. ઉપરાંત, અમે ઘરેલુ ટી20 ટૂર્નામેન્ટ સાથે આગળ વધવાની યોજના બનાવી રહ્યા છીએ, જે ટી20 વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓની તૈયારીને વેગ આપશે.
