નવી દિલ્હી/ દુબઈ જઈ રહેલા પ્લેનથી પક્ષી અથડાયું, દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર

દિલ્હીથી દુબઈ જઈ રહેલા FedEx વિમાન સાથે બર્ડ હિટની ઘટના બની છે. આ પછી દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Top Stories India
દિલ્હી

દિલ્હીથી દુબઈ જઈ રહેલા FedEx વિમાન સાથે બર્ડ હિટની ઘટના બની છે. આ પછી દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન ટેકઓફ કરતાની સાથે જ પક્ષી તેની સાથે અથડાયું હતું. ઘટના શનિવાર બપોરની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી જેથી પ્લેન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી શકે અને એન્જિનિયરો તેમાં કોઈ ખામી છે કે નહીં તેની તપાસ કરી શકે. વિમાનોને પક્ષી અથડાવાની ઘટના નવી નથી, પરંતુ તેનાથી વિમાનો માટે મોટો ખતરો છે. પક્ષીઓની ટક્કરથી ઘણી વખત મોટા વિમાન અકસ્માતો પણ થાય છે.

ફ્લાઈટનું અમદાવાદમાં સુરક્ષિત લેન્ડિંગ

ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પ્લેન સુરક્ષિત રીતે અમદાવાદમાં ઉતરી ગયું છે. આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સુરતથી દિલ્હી આવી રહેલા ઈન્ડિગોના પ્લેન સાથે પક્ષી અથડાયા હતા. આ ઘટના ટેકઓફ બાદ બની હતી.

આ પણ વાંચો:નવજોત સિદ્ધુ માટે રાહતના સમાચાર, આવતીકાલે પટિયાલા જેલમાંથી આવશે બહાર

આ પણ વાંચો:60 વર્ષના વૃદ્ધે 2 વર્ષ સુધી કરતો રહ્યો કૂતરા પર રેપ, પાડોશીએ બનાવ્યો વીડિયો

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:ફરી 3000 થી વધુ નવા કોરોના કેસ નોંધાયા, ગોવા-ગુજરાતમાં સંક્રમિતનું મોત

આ પણ વાંચો:મચ્છરની કોઇલ સળગાવીને સૂતો હતો પરિવાર, આગ લગતા 6 લોકોના થયા મોત