Garam Masala/ ગરમ મસાલાના ગરમા ગરમ ભાવ, લોકોની હાલાકી વધી

ગરમ મસાલાના ભાવની ગરમી ગરીબથી લઈને મધ્યમ વર્ગના માનવીને દઝાડે તેવી છે. સામાન્ય રીતે ગૃહિણીઓ વર્ષના પ્રારંભમાં જ ગરમ મસાલા લઈ લેતી હોય છે.

Top Stories Gujarat
Garam Masala ગરમ મસાલાના ગરમા ગરમ ભાવ, લોકોની હાલાકી વધી

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ એક પછી એક વધી રહ્યા છે. અમુલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે આમ મધ્યમ વર્ગના માટે દૂધ વધુ મોંઘુ બન્યું છે. શાકભાજી મોંઘા બન્યા છે, એલપીજી સિલિન્ડરના ભાવ ઘટતા નથી ત્યાં આટલું ઓછું હોય તેમ ગરમ મસાલાના ભાવ પણ ગરમાગરમ થઈ ગયા છે. ગરમ મસાલાના ભાવની ગરમી ગરીબથી લઈને મધ્યમ વર્ગના માનવીને દઝાડે તેવી છે. સામાન્ય રીતે ગૃહિણીઓ વર્ષના પ્રારંભમાં જ ગરમ મસાલા લઈ લેતી હોય છે. તેથી માર્ચ મહિનો અને એપ્રિલનું પખવાડિયો તેમના માટે ગરમ મસાલા લેવાનો શ્રેષ્ઠ સમય મનાય છે.  આ વખતે કમોસમી વરસાદના લીધે કેટલોય પાક નાશ પામતા ગરમ મસાલાનો ભાવ ઉચકાયો છે.

ગરમ મસાલાના ભાવમાં વધારો
જયારે આ વર્ષે મસાલાના ભાવમાં 100 થી 150 રૂ,સુધીનો વધારો થયો છે.જાણકારી મુજબ મસાલાના પાકને નુકસાન જતા હળદર,મરચા,ધાણાજીરુ સહિતના મસાલાના ભાવમાં કિલોએ 50 થી 100 રૂ.નો વધારો થયો છે,જેની જાણ વેપારીઓ દ્રારા કરાઈ છે.એકબાજુ કમોસમી વરસાદને લીધે જીવન ધોરણ ખોરવાયું છે તો બીજી તરફ પાક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ખુબજ હાલાકી પડી રહી છે. મોંઘવારીને કારણે માધ્યમ વર્ગોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે તો ગરીબોને ભૂખ ભરડો લઇ રહી છે.

ખરીદીનું પ્રમાણ ઘટ્યું
હાલ મસાલાઓની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો ભાવવધારાને કારણે ખરીદીનું પ્રમાણ ઘટાડી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મરચું આંધ્રપ્રદેશથી અહીં આવે છે પરંતુ ત્યાં માવઠું થયું હોવાથી પાક ઓછો થયો છે. જેની અસર અત્યારે મસાલાઓના ભાવ પર પડી છે.આ સિવાય હિંગ કાબુલ માંથી આવે છે.ગયા વર્ષે મરચાનો ભાવ 250 થી 400 રૂપિયા હતો જે અત્યારે 350 થી 550 રૂ છે.જયારે રેશમપટ્ટો ગયા વર્ષે 200 થી 300 ના ભાવે વેચાતું હતુ, જે હાલ 400 થી 450માં વેચાય છે.આ બધા મસાલાઓના ભાવ અત્યારે આસમાને પહોંચેલા છે જેથી લોકોના ખિસ્સા પર વધુ એક વજન પડ્યો છે.

 

આ પણ વાંચોઃ મોરબી-જયસુખ પટેલ/ મોરબી પુલ હોનારતના આરોપી જયસુખ પટેલની તબિયત લથડી

આ પણ વાંચોઃ ભોપાલ/ PM મોદીની કોન્ફરન્સ પહેલા નેવી ચીફ એડમિરલ હરિ કુમાર કોરોના પોઝિટિવ, વધુ 21 લોકો પણ સંક્રમિત

આ પણ વાંચોઃ PM Modi’s Degree/ અરવિંદ કેજરીવાલે ફરી ઉઠાવ્યો PM મોદીની ડિગ્રી પર સવાલ, કહ્યું- જો તે અસલી છે તો…