Not Set/ અમદવાદ : બીઆરટીએસ કોરીડોરમાં ઘુસી જતા ખાનગી વાહનચાલકોને ઈ-મેમો ફટકારાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્ત્વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેકટ અમદાવાદમાં દેશના અન્ય શહેરોની સરખામણીમાં સફળ નીવડ્યો છે. પેસેન્જર્સમાં બીઆરટીએસ બસ સર્વિસ તેની નિયમિતતા, સ્વચ્છતા અને ઝડપ માટે વખણાઇ પણ છે, પરંતુ કો‌રિડોરના જે તે ખુલ્લા સર્કલથી બેધકપણે અંદર ઘૂસનારા વાહનચાલકોથી બીઆરટીએસ બસની ઝડપ પ્રભાવિત થાય છે. બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા કો‌રિડોરમાં ઘૂસતા ખાનગી વાહનચાલકો સામેની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ […]

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad BRTS Timetable Bus Timings Schedule અમદવાદ : બીઆરટીએસ કોરીડોરમાં ઘુસી જતા ખાનગી વાહનચાલકોને ઈ-મેમો ફટકારાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્ત્વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેકટ અમદાવાદમાં દેશના અન્ય શહેરોની સરખામણીમાં સફળ નીવડ્યો છે. પેસેન્જર્સમાં બીઆરટીએસ બસ સર્વિસ તેની નિયમિતતા, સ્વચ્છતા અને ઝડપ માટે વખણાઇ પણ છે, પરંતુ કો‌રિડોરના જે તે ખુલ્લા સર્કલથી બેધકપણે અંદર ઘૂસનારા વાહનચાલકોથી બીઆરટીએસ બસની ઝડપ પ્રભાવિત થાય છે.

બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા કો‌રિડોરમાં ઘૂસતા ખાનગી વાહનચાલકો સામેની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ એલ કોલોની બાદ વધુ 29 બસ સ્ટેશનને એએનપીઆર કેમેરાથી સજ્જ કરાયા છે.

આસ્ટોડિયા રોડ જેવા કેટલાક કો‌રિડોરમાં અમુક માથાભારે વાહનચાલકો ગાર્ડસને ધમકાવી-ડરાવીને કો‌રિડોરમાં ઘૂસી જતા હોઇ તેવા દ્રશ્યો રોજેરોજ જોવા મળે છે.

તમામ કેમેરાને ટ્રાફિક પોલીસના કંટ્રોલરૂમ સાથે જોડી દેવાયા હોય છેલ્લા 8 દિવસથી ટ્રાફિક પોલીસ જે તે ખાનગી વાહનચાલકના નંબર પ્લેટના ફોટાના આધારે ઇ-મેમો ફટકારી રહી છે.

નાઇટ‌િવઝન ધરાવતા એએનપીઆર કેમેરાનું સંચાલન ટ્રાફિક પોલીસ દ્વારા કરાતું હોઇ ખાનગી વાહનચાલકોને ઇ-મેમો પણ ફટકારાઇ રહ્યા છે.