નવી દિલ્હીઃ અનેક કેસમાં ફરાર કુખ્યાત ગુફરનનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત થયું છે. ગુનેગાર મૂળ પ્રતાપગઢનો રહેવાસી હતો અને તેણે યુપીના અનેક જિલ્લાઓમાં ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો હતો.
પોલીસે 1.25 લાખનું ઈનામ રાખ્યું હતું
સુલતાનપુર પોલીસે પ્રતાપગઢના આઝાદ નગર મોહલ્લાના રહેવાસી ગુફરન પર 25 હજાર અને બેલ્હા પોલીસે 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. બે દિવસ પહેલા ADG પ્રયાગરાજે ઈનામની રકમમાં 50,000 રૂપિયાનો વધારો કર્યો હતો. જે બાદ કુલ ઈનામ 1.25 લાખ થઈ ગયું હતું. તેની સામે પ્રતાપગઢ અને સુલતાનપુર જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટના કુલ 13 કેસ નોંધાયેલા છે. આ બે જિલ્લાની સાથે એસટીએફ પણ તેને શોધી રહી હતી.
કાદીપુર પુલ પર ટીમે બદમાશોને ઘેરી લીધો હતો
મંગળવારે સવારે એસટીએફ લખનઉના ડેપ્યુટી એસપી ડીકે શાહીના નેતૃત્વમાં ટીમે તેને કાદીપુર પુલ પાસે ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલો જોઈને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. STF દ્વારા કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં બદમાશને કમરમાં ગોળી વાગતાં તેનું મોત થયું હતું.
પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા
એએસપી સમર બહાદુરે જણાવ્યું કે ઘટનાસ્થળેથી 9 એમએમ અને 32 બોરના પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા છે. સ્વજનોને જાણ કરવાની સાથે મૃતદેહની કાયદેસરની ઔપચારિકતા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આમ યોગીની આગેવાની હેઠળ ઉત્તરપ્રદેશ પોલીસનું ગુનેગાર વિરોધી અભિયાન ચાલુ છે. યોગીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુનેગારો જો ગુનાખોરી બંધ નહી કરે તો તેમને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં ગુનેગારોનું નહીં કાયદાનું જ શાસન રહેશે. તેના પગલે ઉત્તરપ્રદેશ પોલીસે હાર્ડકોર ક્રિમિનલ્સની યાદી બનાવી છે અને આ ગુનેગારોને ઉત્તરપ્રદેશ પોલીસ એક પછી એક ઠાર કરી રહી છે. તેમની શરણાગતિની પણ કોઈ વાત નથી. તેથી આ ગુનેગારોએ ક્યાં તો યુપી છોડવું પડે અથવા તો પોલીસને હાથે ઠાર થવું પડે. પોલીસ આવા એકી એક ગુનેગારોને વીણીવીણીને ઠાર કરી રહી છે.
આ પણ વાંચોઃ Air India-Urinating/ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરીથી એક મુસાફરે પેશાબ કર્યો અને પછી થૂંક્યું
આ પણ વાંચોઃ PM Modi In Bhopa/ PM મોદીએ 5 વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી, ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત
આ પણ વાંચોઃ સુરત/ 12 વર્ષની ઉંમરથી જ લૂંટ અને મર્ડરના કેસમાં ભાગતા ફરતા બહારવટિયા ભુપત આહીરની ધરપકડ
આ પણ વાંચોઃ Rain Season/ દેશના 80 ટકા વિસ્તારોમાં હવે ચોમાસુ, 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આ પણ વાંચોઃ Pak-USA/ PM મોદી અને જો બિડેનના સંયુક્ત નિવેદનથી પાકિસ્તાન નારાજ