Not Set/ MP: વરસાદથી પરેશાન થઈને લોકોએ કરાવ્યા દેડકા-દેડકીના છૂટાછેડા, પહેલા કરાવ્યા હતા લગ્ન

મધ્યપ્રદેશમાં દર વર્ષે સારા વરસાદ માટે દેડકા અને દેડકીના અનોખા લગ્ન કરવામાં આવે છે. આ લગ્નમાં પૂરા હિંદુ રીતિ-રિવાજથી પૂરા ધામધૂમથી દેડકાને વરરાજા અને દેડકીને દુલ્હન બનાવીને સંપૂર્ણ લગ્ન કરવામાં આવે છે. બે મહિના પહેલા જુલાઇમાં થયેલાં લગ્ન હવે તૂટી ગયાં છે. મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદથી પરેશાન લોકોએ દેડકા અને દેડકીના છૂટાછેડા કરાવી દીધા છે. લોકો […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaamahi 12 MP: વરસાદથી પરેશાન થઈને લોકોએ કરાવ્યા દેડકા-દેડકીના છૂટાછેડા, પહેલા કરાવ્યા હતા લગ્ન

મધ્યપ્રદેશમાં દર વર્ષે સારા વરસાદ માટે દેડકા અને દેડકીના અનોખા લગ્ન કરવામાં આવે છે. આ લગ્નમાં પૂરા હિંદુ રીતિ-રિવાજથી પૂરા ધામધૂમથી દેડકાને વરરાજા અને દેડકીને દુલ્હન બનાવીને સંપૂર્ણ લગ્ન કરવામાં આવે છે.

બે મહિના પહેલા જુલાઇમાં થયેલાં લગ્ન હવે તૂટી ગયાં છે. મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદથી પરેશાન લોકોએ દેડકા અને દેડકીના છૂટાછેડા કરાવી દીધા છે. લોકો વરસાદથી બચવા અંધશ્રદ્ધા અને ઉપાસના કરી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. ક્યાંક નદીઓ બે કાંઠે વહી રહી છે. તો ક્યાંક મકામા પાણી ભરાઈ રહ્યાં છે. વરસાદથી બચવા લોકો આસ્થાનો આશરો લઈ રહ્યા છે. ભોપાલના ઇન્દ્રપુરી ખાતે લોકોએ અગાઉ સારા ચોમાસા માટે માટીના દેડકા-દેડકીનાં લગ્ન કરાવ્યા હતા. પરંતુ હવે વરસાદના કારણે દેડકા-દેડકીને વિધિ-વિધાનથી અલગ કરી દેવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને રાજ્યના અન્ય શહેરોમાં સતત વરસાદથી આજે પણ રાહત મળી નથી. હવામાન વિભાગે આ સિઝનમાં ભોપાલમાં 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

આ દરમિયાન હવામાનને લગતી અનેક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. હંમેશાં દક્ષિણમાં રહેતો શીર ઝોન પ્રથમ વખત રાજ્યની ટોચ પર છે, તેથી લોકો અને વહીવટી તંત્રે આ સમય દરમિયાન જાગ્રત રહેવું પડશે. ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ કાળજી લેવાની જરૂર છે, કારણ કે આ વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ સૌથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.