ટિપ્પણી/ લખીમપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારેને લગાવી ફટકાર,હવે નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસ થશે

સુપ્રીમ કોર્ટે સૂચવ્યું કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાકેશ કુમાર જૈન (નિવૃત્ત) અથવા ન્યાયમૂર્તિ રણજીત સિંહ (નિવૃત્ત) લખીમપુર ખીરી તપાસની દેખરેખ કરશે

Top Stories India
suprime court લખીમપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારેને લગાવી ફટકાર,હવે નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસ થશે

લખીમપુર ખીરી હિંસા પર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે સોમવારે નારાજગી વ્યક્ત કરી હતી.અને કહ્યું કે દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે આનાથી વધારે કશું ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ નિવૃત્ત જજની દેખરેખ હેઠળ થશે. લખીમપુર ખેરી કેસમાં ચાર ખેડૂતો અને એક સ્થાનિક પત્રકાર સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ઠપકો આપતા કહ્યું કે માત્ર આશિષ મિશ્રાનો જ ફોન કેમ જપ્ત કરવામાં આવ્યો અને અન્યનો કેમ નહીં? સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસમાં પુરાવા સાથે ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, અમે કેસની તપાસની દેખરેખ માટે એક અલગ હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરવા ઈચ્છીએ છીએ.

સુપ્રીમ કોર્ટે સૂચવ્યું કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાકેશ કુમાર જૈન (નિવૃત્ત) અથવા ન્યાયમૂર્તિ રણજીત સિંહ (નિવૃત્ત) લખીમપુર ખીરી તપાસની દેખરેખ કરશે. સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી હિંસા કેસમાં અલગ-અલગ એફઆઈઆરમાં સાક્ષીઓની સંડોવણી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ચાલુ તપાસની દેખરેખ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ પહેલા 26 ઓક્ટોબરે આ જ બેંચે ઉત્તર પ્રદેશ સરકારને લખીમપુર ખીરી હિંસા કેસમાં સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 164 હેઠળ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને નિષ્ણાતો દ્વારા વહેલામાં વહેલી તકે ડિજિટલ પુરાવાઓની તપાસ કરવા જણાવ્યું હતું.

ટોચની કોર્ટે રાજ્ય સરકારને એક પત્રકાર અને શ્યામ સુંદર નામના વ્યક્તિની ભીડ દ્વારા કથિત રીતે માર મારવાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બે વકીલોએ ચીફ જસ્ટિસને પત્ર લખીને લખીમપુર ખીરી કેસની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. આ પૃષ્ઠભૂમિમાં જ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે