T20 World Cup/ પાકિસ્તાન કેપ્ટન ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલી અને મેથ્યુ હેડનની એક્સક્લુઝિવ ક્લબમાં જોડાયો

બાબર આઝમે વિરાટ કોહલી અને મેથ્યુ હેડનની એક્સક્લુઝિવ ક્લબમાં પણ જોડાઈ ગયો છે. બાબર આઝમ ચાર વખત T20 વર્લ્ડકપમાં 50 થી વધુ સ્કોર બનાવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો છે.

Sports
બાબર આઝમ રેકોર્ડ

પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમે રવિવારે શારજાહમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ ICC T20 વર્લ્ડકપ 2021ની મેચમાં અડધી સદી ફટકારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આઝમે 47 બોલનો સામનો કર્યો અને પાંચ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 66 રન બનાવ્યા હતા. આ વર્લ્ડકપમાં આઝમની આ ચોથી અડધી સદી છે. તે T20 વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. આ કિસ્સામાં, તેણે ક્રિસ ગેલ અને કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે કેપ્ટન તરીકે આ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / મોહમ્મદ રિઝવાને વેસ્ટ ઈન્ડિઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલને કર્યો ફેલ, 6 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

આપને જણાવી દઇએ કે, T20 વર્લ્ડકપ 2021માં રવિવારે રાત્રે રમાયેલી મેચમાં પાકિસ્તાને સ્કોટલેન્ડને હરાવીને ગ્રુપ 2માં નંબર વન રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શારજાહનાં મેદાન પર કેપ્ટન બાબર આઝમ અને શોએબ મલિકે ચોક્કા અને છક્કાનો વરસાદ કર્યો હતો અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાબરે શાનદાર 66 રન સાથે તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતુ અને આ વર્લ્ડકપમાં ચોથી વખત પચાસથી વધુ રન બનાવ્યા હતા. આ સાથે બાબર વિરાટ કોહલી અને મેથ્યુ હેડનની એક્સક્લુઝિવ ક્લબમાં પણ જોડાઈ ગયો છે. બાબર આઝમ ચાર વખત T20 વર્લ્ડકપમાં 50 થી વધુ સ્કોર બનાવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. અગાઉ આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડન અને વિરાટ કોહલીએ જ મેળવી હતી. વિરાટે 2014 T20 વર્લ્ડકપમાં ચાર વખત પચાસથી વધુ રન બનાવ્યા હતા, જ્યારે હેડને ઝડપી ક્રિકેટનાં વર્લ્ડકપની પ્રથમ ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. બાબર આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે અને સૌથી વધુ રન બનાવવાના મામલે તે હાલમાં ટોચ પર છે. પાકિસ્તાનનાં કેપ્ટને અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં 66ની એવરેજ અને 128.16ની સ્ટ્રાઈક રેટથી 264 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, જે બુમરાહ અને મલિંગા નથી કરી શક્યા તે કરી બતાવ્યું

બાબર આઝમનાં જબરદસ્ત ફોર્મનો ફાયદો પાકિસ્તાનની ટીમને પણ થયો છે અને આ જ કારણ છે કે ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. બેટની સાથે સાથે બાબરે કેપ્ટનશિપમાં પણ પોતાને સાબિત કર્યું છે અને તેના દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણય ટીમનાં હિતમાં રહ્યા છે. પાકિસ્તાને તેમના અભિયાનની શરૂઆત ભારતને 10 વિકેટે હરાવીને કરી હતી અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડને હરાવ્યું હતું. હવે બીજી સેમિફાઇનલમાં ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થશે. વળી એવુ પણ ચર્ચાઓ થઇ રહી છે કે, આ વર્લ્ડકપમાં પાકિસ્તાનની આ ટીઈટલ જીતવાની સંભાવનાઓ સૌથી વધારે છે. જેનું કારણ પાકિસ્તાની ખેલાડીઓનું પોઝિટિવ એપ્રોચ કહેવાઇ રહી છે. જો કે હવે થોડા દિવસોમાં T20 વર્લ્ડકપની વિજેતા ટીમ આપણી સમક્ષ હશે, જોવાનુ રહેશે કે પાકિસ્તાન તેમના દર્શકોની આ આશા પર ખરા ઉતરે છે કે કેમ?