PAK vs SL/ એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 171 રનનો આપ્યો ટાર્ગેટ

એશિયા કપ 2022ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભાનુકા રાજપક્ષેની જોરદાર અડધી સદીના કારણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા

Top Stories Sports
7 17 એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 171 રનનો આપ્યો ટાર્ગેટ

એશિયા કપ 2022ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભાનુકા રાજપક્ષેની જોરદાર અડધી સદીના કારણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમના બોલરોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ શ્રીલંકા રાજપક્ષે અને હસરંગા વચ્ચેની છઠ્ઠી વિકેટની ભાગીદારી અને પછી સાતમી વિકેટ માટે ચમિકા કરુણારત્ને સાથેની અડધી સદીની ભાગીદારીને કારણે સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. 171 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ચોથી ઓવરમાં કેપ્ટન બાબર આઝમ અને ફખર ઝમાનની વિકેટ ગુમાવી દીધી છે.

પાવરપ્લેમાં જ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાની અડધી ટીમ 10 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ઓપનર કુસલ મેન્ડિસ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. નિસાંકા અને સિલ્વાએ બીજી વિકેટ માટે 17 રનની 21 રનની ભાગીદારી નોંધાવી હતી. નિસાંકા 11 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. ગુણાતીલકા પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા અને 4 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યા હતા.

આ પછી ધનંજય ડી સિલ્વા પણ 21 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન દાસુન શનાકા પણ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. આ પછી હસરંગા અને રાજપક્ષેએ પાંચમી વિકેટ માટે 36 બોલમાં 58 રનની ભાગીદારી કરી હતી. હસરંગા 21 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષેએ ચમિકા કરુણારત્ને સાથે મળીને 31 બોલમાં 54 રનની મજબૂત ભાગીદારી કરીને શ્રીલંકાને 170ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ભાનુકા 45 બોલમાં 71 રન બનાવી અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ચમિકાએ 14 બોલમાં 14 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ છેલ્લી 5 ઓવરમાં 53 રન બનાવ્યા હતા.