Political/ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર BJP સરકાર ઘોર ઉપેક્ષા કરી રહી છે,અમારી સરકાર બનશે તો માંગ પુરી કરશું: જિગ્નેશ મેવાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલ અનેક વિભાગો સરકાર સામે પોતના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન કરી રહ્યા છે

Top Stories Gujarat
4 22 આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર BJP સરકાર ઘોર ઉપેક્ષા કરી રહી છે,અમારી સરકાર બનશે તો માંગ પુરી કરશું: જિગ્નેશ મેવાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલ અનેક વિભાગો સરકાર સામે પોતના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન કરી રહ્યા છે , પંચાયતના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 34 દિવસથી હડતાળ પર છે,તેમની પડતર માંગો સરકરા સ્વીકારી રહી નથી જેના લીધે હડતાળ યથાવત ચાલી રહી છે.આ મામલે હડતાળના સમર્થનમાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કર્યું છે.

આ મામલે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ આરોગ્ય કર્માચારીઓને સર્મથન આપતા ટ્વિટર પર કહ્યું કે કર્મચારીઓ છેલ્લા 34 દિવસથી હડતાળ પર છે છંતા પણ સરકાર ઘોર ઉપેક્ષા કરી રહી છે. જો 2022માં અમારી સરકાર આવશે તો અમે કર્મચારીઓની તમામ ન્યાયી માગણીઓ સ્વીકારીશું. અને આ કરીશું,આ ટ્વિટ સાચવી રાખજો.