Surat News: સુરત (Surat)માં પુણા (Puna) વિસ્તારની 15 વર્ષીય સગીરા પર 25 વર્ષીય યુવકે દુષ્કર્મ (Rape) આચર્યુ હતું, બાદમાં સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો બહાર આવતા સગીરાને ફસાવનાર યુવકની પુણા પોલીસે ધરપકડ કરી છે. સગીરાના પરિવારે ગર્ભપાતની મંજૂરી માંગી છે.
સુરત (Surat) જીલ્લામાં પુણા ગામની 15 વર્ષની એક સગીરા સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી 25 વર્ષના પંકજ સરોજ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. ઉમરવાડાનાં 25 વર્ષીય યુવકે સગીરા સાથે મિત્રતા કરી વારંવર મળવાના બહાને બોલાવતો હતો. મળવાના બહાને યુવકે વારંવાર સગીરા પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં સગીરાના પેટમાં 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. યુવકેે સગીરાને વિશ્વાસમાં લઈ અપકૃત્ય કર્યાની ઘટના સામે આવી છે.
સગીરાની પૂછપરછ કરતાં તેને સમગ્ર ઘટના જણાવી હતી. સગીરાને પ્રેમમાં ફસાવી ગર્ભવતી કરનાર પુણા પોલીસે (Puna Police) 25 વર્ષીય પંકજ સરોજની ધરપકડ કરી છે. પરિવારે સગીરાના અબોર્શન માટે મંજૂરી માંગી છે. પોલીસે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર
આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા
આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં
