Not Set/ ગુજરાત/ રાજ્યના મુખ્યસચિવપદે અનિલ મુકીમ નિશ્ચિત ..

ગુજરાત રાજ્યના મુખ્યસચિવપદે કેન્દ્ર સરકારમાં હાલ ડેપ્યુટેશન પર ગયેલા અનિલ મુકીમ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. વર્તમાન મુખ્યસચિવ જે.એન. સિંઘ 30મી નવેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે. નવા મુખ્ય સચિવ તરીકે અરવિંદ અગ્રવાલ પણ હતા રેસમાં હતા, જોકે આખરે અનિલ મૂકીમ પર પસંદગીનો કળશ ઢોળાયો હોવાની સંભાવના રાજ્ય સરકરનો સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ મુદ્દે […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યના મુખ્યસચિવપદે કેન્દ્ર સરકારમાં હાલ ડેપ્યુટેશન પર ગયેલા અનિલ મુકીમ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. વર્તમાન મુખ્યસચિવ જે.એન. સિંઘ 30મી નવેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે. નવા મુખ્ય સચિવ તરીકે અરવિંદ અગ્રવાલ પણ હતા રેસમાં હતા, જોકે આખરે અનિલ મૂકીમ પર પસંદગીનો કળશ ઢોળાયો હોવાની સંભાવના રાજ્ય સરકરનો સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

આ મુદ્દે ૩૦મી નવેમ્બરે સત્તાવાર ઓર્ડર રાજ્ય સરકાર કરશે. જોકે એ પહેલા મંતવ્ય ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે નવા મુખ્ય સચિવપદે અનિલ મૂકીમ નિશ્ચત માનવામાં આવી રહ્યા છે. 1985ની બેચના આઇએએસ અધિકારી અનિલ મૂકીમ હાલ કેન્દ્રના ખાણ અને ખનીજ વિભાગમાં સચિવ છે. તેઓ માર્ચ 2018થી કેન્દ્રના ખાણ વિભાગમાં કાર્યરત છે. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે બંધારણીય પ્રક્રિયા હેઠળ કાર્ય કરાશે.

https://www.facebook.com/mantavyanews/videos/470851093553401/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.