ચોમાસુ: ૨૦૨૩/ આજનો વરસાદઃ સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી,રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે રોજ સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન રાજ્યમાં વિવધ જગ્યા એ કેટલો વરસાદ વરસ્યો તેની એક યાદી:

Top Stories Gujarat
Heavy Rain

રાજ્યમાં ભારે વરસાદના લીધે ચોમેર પાણી ભરાયા છે અને તેના લીધે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. આના લીધે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પણ વિસ્તારો જળબંબાકાર થતાં કેટલાય રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા છે. રાજ્યમાં 218 રોડ બંધ કરવામાં આવ્યા છે અને નવ સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે.રાજ્યમાં છેલ્લા ૧૨ કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ૧૯૫ મિ.મી. તથા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૧૯૧ મિ.મી. એટલે કે ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે રોજ સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન રાજ્યમાં વિવધ જગ્યા એ કેટલો વરસાદ વરસ્યો તેની એક યાદી:

જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકામાં ૧૬૫ મિ.મી.,

ભેંસાણમાં ૧૫૨ મિ.મી.,

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૧૩૮ મિ.મી.,

પારડીમાં ૧૩૬ મિ.મી.,

વપીમાં ૧૩૧ મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે.

ધારીમાં ૧૩૦ મિ.મી.,

અંકલેશ્વરમાં ૧૨૫ મિ.મી.,

ભરૂચમાં ૧૨૦ મિ.મી.,

ચિખલીમાં ૧૧૫ મિ.મી.,

કપરાડામાં ૧૧૫ મિ.મી.,

ધંધુકામાં ૧૦૭ મિ.મી.,

ચુડામાં ૧૦૬ મિ.મી.,

વલભીપુર તાલુકામાં ૧૦૨ મિ.મી.,

અમદાવાદ શહેરમાં એ ૧૦૨ મિ.મી.

૧૪ જેટલા તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

વાંસદા અને જલાલપોર તાલુકામાં અનુક્રમે ૯૩ અને ૯૨ મિ.મી.,

લીંબડી તથા મહુવા તાલુકામાં અનુક્રમે ૯૦ અને ૮૯ મિ.મી.,

લુણાવાડા અને ભાવનગરમાં અનુક્રમે ૮૭ અને ૮૩ મિ.મી. વરસાદ નોંધાયો છે.

બરવાળા અને તલાલામાં ૮૦ મિ.મી.

વઘઈ તથા વાલીયામાં ૭૯ મિ.મી. વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય તાલુકાઓ નેત્રંગમાં ૭૦ મિ.મી.

ગણદેવીમાં ૬૯ મિ.મી.,

આણંદમાં ૬૮ મિ.મી.,

કપડવંજમાં ૬૭ મિ.મી.,

આહવા અને હાંસોટમાં ૬૬ મિ.મી.,

શિહોરમાં ૬૫ મિ.મી.,

ઓલપાડ અને ડેડિયાપાડામાં ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૧૯ જેટલા તાલુકામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

૪૫ તાલુકાઓમાં સરેરાશ એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો.

આ પણ વાંચોઃ Ecourt/ એક જ દાયકામાં ઇ-કોર્ટના વ્યવહાર એકથી 3.26 અબજ સુધી પહોંચ્યાઃ ચંદ્રચુડ

આ પણ વાંચોઃ High Court-Teesta Setalvad/ તિસ્તાને ગુજરાત હાઇકોર્ટ તરફથી લાગ્યો મોટો ઝાટકોઃ સરન્ડર કરવા આદેશ

આ પણ વાંચોઃ Kenya Accident/ કેન્યામાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ફરી વળતા 50ના મોત

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદ/ ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

આ પણ વાંચોઃ Animal Husbandry/ પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કયા મહત્વના નિર્ણય તે જાણો