દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સુરક્ષાબળોએ એક ઘરમાં ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. આપને જણાવીએ જે 24 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે.
Jammu and Kashmir: Exchange of fire underway between security forces & terrorists in Anantnag. More details awaited.
— ANI (@ANI) June 17, 2019
ઉલ્લેખનીય છે કે આ પહેલા અચ્છાબલ વિસ્તારમાં સોમવારે થયેલ અથડામણમાં સુરક્ષાબળોએ એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કર્યો હતો. ઓપરેશનમાં એક સેનાના એક મેજર શહિદ થઇ ગયા. જયારે એક મેજર સહિત ત્રણ જવાનો ઘાયલ થયા. ઠાર થયેલ આતંકવાદી પાસેથી હથિયાઓ મળી આવ્યા હતા. શરૂઆતમાં, એવું નોંધાયું હતું કે બે આતંકવાદીઓ ઠાર થયા હતા, પરંતુ પાછળથી એક આતંકી ઠાર થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.
અચ્છાબલ બિડુરા ગામમાં રવિવારે મોડી રાત્રે સુરક્ષાબળોને બે થી ત્રણ આતંકવાદીઓની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે સેના 19 રાષ્ટ્રીય રાયફલ્સ (આરઆર), સીઆરપીએફ અને પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસજી) એ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સોમવારે આતંકવાદીઓ સાથે સંપર્ક શરૂ કર્યો અને એન્કાઉન્ટર શરૂ થઇ ગયું. એક આતંકવાદી ઠાર થવાની પુષ્ટિ કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જેની પાસેથી હથિયારો મળી આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
