કોરોના મહામારીએ લોકોનાં જીવન પૂરી રીતે પ્રભાવિત કર્યુ છે. આ સમયમાં લોકોને પૈસાની જરૂર સૌથી વધુ જરૂર છે, ત્યારે જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કાર્ય બેંક સાથે જોડાયેલું છે, તો પછી તેને સોમવારે જ પતાવી દો. મંગળવારથી ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેશે.
અમદાવાદ / ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇન
જો તમારે બેંકનું કોઇ કામ રહી ગયુ હોય તો તેને આજે જ એટલે કે સોમવારે પૂરુ કરી લેજો, નહી તો તમારે નાના કામ માટે પણ લાંબી રાહ જોવી પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેબસાઇટ અનુસાર, આ મહિને બેંક કર્મચારીઓ માટે 9 દિવસની રજા રહેશે. 13 થી 25 એપ્રિલની વચ્ચે બેંકો કુલ 8 દિવસ માટે બંધ રહેશે. તેમાંથી, 13 થી 16 એપ્રિલ સુધી બેંકો સતત 4 દિવસ સુધી નહીં ખુલે. 17 એપ્રિલનાં રોજ બેંકોમાં રજા રહેશે નહીં. જો કે, શનિવાર હોવાથી, યોગ્ય રીતે કાર્ય કરશે પણ નહીં. આ પછી, 18 એપ્રિલે ફરીથી રજા છે. એટલા માટે જો તમે મુશ્કેલીથી બચવા માંગતા હોવ, તો સોમવારે જ બેંકને લગતું મહત્વનું કામ કરવું જોઈએ.
મોટા સમાચાર / મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબુ, આજે ફરી CM ની યોજાશે બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય
કયા દિવસે, કયા કારણોસર બેંકો બંધ રહેશે
13 એપ્રિલ – મંગળવાર – ગુડી પાડવા, વૈસાખી
14 એપ્રિલ – બુધવાર – આંબેડકર જયંતી
15 એપ્રિલ – ગુરુવાર – બંગાળી નવું વર્ષ
16 એપ્રિલ – બિહુ
18-એપ્રિલ-રવિવાર
21 એપ્રિલ – મંગળવાર – રામ નવમી
24 એપ્રિલ – ચોથો – શનિવાર
25 એપ્રિલ – રવિવાર – મહાવીર જયંતી
ગુજરાત / અમદાવાદમાં IIM માં કોરોના ફેલાયો, વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાની ઝપટમાં
જુદા જુદા રાજ્યોમાં રજાનાં અલગ-અલગ દિવસો રહેશે
આપને જણાવી દઇએ કે, 13 થી 25 એપ્રિલની રજાઓ રાજ્યો અનુસાર રહેશે. ગુડી પાડવાનો તહેવાર 13 એપ્રિલનાં છે જ્યારે 14 એપ્રિલે આંબેડકર જયંતિ છે. 15 એપ્રિલ એટલે બંગાળી નવું વર્ષ છે. આ દિવસે તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે નહીં. જો કે, આ દિવસ ચોક્કસપણે બંગાળમાં રજા રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
