Dahod News/ દાહોદના ગરબાડામાં છત્રછાયા હોસ્પિટલ પાસેના મકાનમાં ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ

દાહોદના ગરબાડા તાલુકાના આઝાદ ચોકમાં મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. છત્રછાયા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

Top Stories Gujarat Breaking News

Dahod News: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આજે એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી જતાં આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના છત્રછાયા હોસ્પિટલની તરત બાજુમાં બની હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો.આગની જ્વાળાઓ અને ગાઢ ધુમાડો ફેલાતાં સાવચેતીના ભાગરૂપે છત્રછાયા હોસ્પિટલના દર્દીઓ તેમજ સ્ટાફને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, કારણ કે આગ લાગી તે મકાન બંધ હતું અને તેમાં કોઈ હાજર નહોતું.

મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

જોકે, મકાનમાં રહેલી તમામ ઘરવખરી અને સામાન આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયા છે, જેનું મોટું આર્થિક નુકસાન થયું છે.ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરફાઇટર્સે ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય તકનીકી ખામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક વિસ્તારમાં આગ સલામતીના મુદ્દે ચિંતા વધારી છે. તંત્ર દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદનાં ચિલાકોટા મેડા ફળિયામાં ભયાનક આગ, 3 પશુઓનું ભડથું

આ પણ વાંચો:દાહોદમાં અચાનક ઘરમાં લાગી ભીષણ આગ, બે માસૂમ બાળકો જીવતા ભૂંજાયા

આ પણ વાંચો:દાહોદથી આણંદ જતી ટ્રેનના ફર્સ્ટ કલાસ ડબ્બામાં લાગી ભયંકર આગ