Gujarat News/ અમદાવાદ સહિતના કેન્દ્રો પર ગુજરાત સેલ્સ ટેક્સની પરીક્ષા, હજારો ઉમેદવારો આપશે એક્ઝામ

GPSC દ્વારા રાજ્ય કર નિરીક્ષક (STI, વર્ગ-3)ની 323 જગ્યાઓ માટેની પ્રિલિમ્સ પરીક્ષા આજે યોજાઈ રહી છે. રાજ્યભરના કેન્દ્રો પર 12:00 વાગ્યાથી પરીક્ષા, ઉમેદવારો માટે 11:00 વાગ્યાથી પ્રવેશ. મેન્સ પરીક્ષા 22-24 માર્ચ 2026.

Top Stories Gujarat Breaking News
GPSC

Gujarat News: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા રાજ્ય કર નિરીક્ષક (State Tax Inspector, વર્ગ-3)ની 323 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાની પ્રિલિમિનરી પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઈ છે.અમદાવાદ (Ahmedabad) સહિત ગાંધીનગર (Gandhinagar), વડોદરા (Vadodara), સુરત (Surat), રાજકોટ (Rajkot) જેવા મુખ્ય જિલ્લા કેન્દ્રો પર આ પરીક્ષા બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.આ ભરતી માટે હજારો ઉમેદવારોએ અરજી કરી હતી, અને આજે તેઓ પોતાની કારકિર્દીના મહત્વના તબક્કામાંથી પસાર થશે. GPSCની અધિકૃત સૂચના અનુસાર, પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવામાં આવશે, અને તેમાં જનરલ સ્ટડીઝ પર આધારિત 200 ગુણના ઑબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે.

GPSC

GPSC ST ઇન્સ્પેક્ટર 2026 પરીક્ષા

પરીક્ષા પરીક્ષા બપોરે 12:00 વાગ્યાથી શરૂ થશે અને તેની અવધિ 2 કલાકની રહેશે. તમામ ઉમેદવારો (Candidates) ને પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે સવારે 11:00 વાગ્યાથી મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ મોડું પહોંચનાર ઉમેદવારોને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા કેન્દ્રો પર યોજાશે, જેમાં ઉમેદવારનું ચોક્કસ પરીક્ષા કેન્દ્ર એડમિટ કાર્ડમાં દર્શાવેલ હશે. આ પરીક્ષા દ્વારા કુલ 323 વર્ગ-3 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને 22થી 24 માર્ચ 2026 દરમિયાન યોજાનારી મેન્સ પરીક્ષા આપવાની તક મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :ધોરણ 10-12 બોર્ડ વિદ્યાર્થીઓને મોટી રાહત, પરીક્ષા ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો

આ પણ વાંચો :ગુજરાત બોર્ડની પરીક્ષાઓમાં મોટો ફેરફાર, ધુળેટી રજાની ભૂલ બાદ તારીખોમાં સુધારો કરાયો

આ પણ વાંચો :શિક્ષણ બોર્ડનો અંધેર વહીવટ : ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર