Surendranagar News/ સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર પર EDની કાર્યવાહી,દિલ્હી લઈ જવાની શક્યતા

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર (Former Collector) ને ED દિલ્હી લઈ જાય તેવી શક્યતા છે. લાંચના રૂપિયામાં જોડાયેલા મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Breaking News
Former Collector

Surendranagar News:સુરેન્દ્રનગરમાં જમીનના બિનખેતી (NA) રૂપાંતરણમાં ચાલી રહેલા કરોડોના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ જિલ્લા કલેક્ટર અને 2015 બેચના IAS અધિકારી ડૉ. રાજેન્દ્રકુમાર મહેન્દ્ર  પટેલ (Former Collector) ની EDએ 2 જાન્યુઆરીએ ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડનું અંદાજિત કદ રૂ. 1500 કરોડ છે, જેમાં જમીન NA કરાવવા માટે ચોરસ મીટરદીઠ નિશ્ચિત લાંચ લેવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પૂર્વ કલેકટર  (Former Collector)ની મુશ્કેલીઓ વધી

આ મામલાની શરૂઆત 23 ડિસેમ્બર 2025ના રોજ થઈ જ્યારે EDએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી, કલેક્ટર (Collector) ના નિવાસસ્થાન અને અન્ય અધિકારીઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી રૂ. 67.5 લાખની રોકડ મળી આવી હતી. મોરીએ તપાસમાં કબૂલ્યું કે આ રકમ જમીન NA અરજીઓના ઝડપી નિકાલ માટે લેવાયેલી લાંચની છે.EDની તપાસમાં ખુલાસો થયો કે કલેક્ટર કચેરીમાં આયોજનબદ્ધ રીતે “સ્પીડ મની” તરીકે લાંચ લેવાનું રેકેટ ચાલતું હતું. અરજીઓને વિલંબિત કરીને અરજદારો પાસેથી ચોરસ મીટરદીઠ રૂ. ૫થી 10ની લાંચ વસૂલાતી હતી. આ કૌભાંડમાં કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ (Former Collector) ની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

રાજ્ય સરકારે તાત્કાલિક પગલું ભરી સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની બદલી કરી છે

1500 કરોડના કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ

EDએ રાજેન્દ્ર પટેલ (Former Collector) ના ઘરેથી હાર્ડડિસ્ક, લેપટોપ, મોબાઈલ અને પેનડ્રાઈવ સહિત 12થી વધુ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા છે. આમાંથી લાંચના ડેટા, રોકાણની વિગતો અને કોડવર્ડમાં નામો મળી આવ્યા છે. કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમમાંથી મહત્વની ફાઈલો અને ગુમ થયેલા દસ્તાવેજોની પણ તપાસ ચાલી રહી છે. સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોના પ્રકરણોમાં પણ અનિયમિતતા મળી છે.

2 જાન્યુઆરીએ કલેક્ટર પટેલને અમદાવાદની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં EDને 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મળ્યા છે. EDએ કોર્ટમાં જણાવ્યું કે લાંચની રકમના રોકાણ અને છુપાવવાની તપાસ જરૂરી છે. પટેલના અમદાવાદમાં ફ્લેટ અને અન્ય સંપત્તિઓમાં પણ અનિયમિતતા મળી છે.રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર  આર.કે. ઓઝા સહિત 7 અધિકારીઓને સમન્સ પાઠવવાની તૈયારી છે. કલેક્ટર કચેરીના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભે ગયા હોવાના અહેવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની  ધરપકડ

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ