Gujarat News : અરવલ્લી જીલ્લામાં એક કરૂણ ઘટના બની હતી. અરવલ્લીના બાયડમાં રહેતા પતિએ તેની પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી.
એટલું જ નહી પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ આપઘાત કરી લીધો હતો. બાયડમાં બનેલી આ ઘટનાને કારણે આ વિસ્તારમાં લોકો અચંબામાં મુકાઈ ગયા છે.
પતિ નિવૃત શિક્ષક હતો અને તેણે પહેલા પત્નીની હત્યા કરી નાંખી હતી. બાદમાં પોતે આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું. જોકે પતિએ શા માટે પત્નીની હત્યા કરી ઉપરાંત પોતે પણ શા માટે આપઘાત કર્યો તે તાતકાલિક જાણી શકાયું ન હતું. જેને કારણે બાયડમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું