Not Set/ રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપનાં આગેવાનો દ્વારા બળવો

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં આજે રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા સહિત તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. મોટા ભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે. પરંતુ રાજકોટ તાલુકાની બેઠકમાં ભાજપનાં જ અમુક આગેવાનો દ્વારા બળવો કરવામાં આવ્યો છે. ભાજપના જ એક જૂથ દ્વારા વિજય સખીયા નું ફોર્મ ભરવામાં આવ્યું છે.  દિગગજ સહકારી આગેવાન અને સૌરાષ્ટ્રના […]

Gujarat Rajkot
aaebe339ccd2db9b5bfdb042f12e2466 રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપનાં આગેવાનો દ્વારા બળવો

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં આજે રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા સહિત તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. મોટા ભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે. પરંતુ રાજકોટ તાલુકાની બેઠકમાં ભાજપનાં જ અમુક આગેવાનો દ્વારા બળવો કરવામાં આવ્યો છે. ભાજપના જ એક જૂથ દ્વારા વિજય સખીયા નું ફોર્મ ભરવામાં આવ્યું છે.

 દિગગજ સહકારી આગેવાન અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયા ની ગેરહાજરીમાં પ્રથમ વખત જિલ્લા સહકારી બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રી અને બેંકના હાલના ચેરમેન જયેશ રાદડિયા સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ સમયે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સાંસદો અને સહકારી તથા ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ તાલુકાની બેઠકમાં ભારે ખેંચતાણ બાદ ભાજપના એક જૂથના આગેવાન વિજય સખીયાએ ફોર્મ ભરતા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું. કે એક બેઠકની ચૂંટણી થી બેંકને કોઈ ફેર નહીં પડે અમારા સમજાવટના પ્રયાસો ચાલુ છે.

જિલ્લા બેંક ની ચૂંટણીમાં રાજકોટ તાલુકા ની બેઠકમાં પહેલા જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા અને વિજય સખીયાનું નામ ચર્ચામાં હતું પણ અચાનક થી  કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ શૈલેષ ગઢીયા ને મેદાનમાં ઉતરતાં વિજય સખીયાએ રાદડિયા જૂથ સામે બાળવો નોંધાવ્યો છે. વિજય સખીયા આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરવાની તૈયારી દર્શાવી છે. મંતવ્ય સાથે વાત કરતા વિજય સખીયાએ જણાવ્યું કે મંત્રી જયેશ રાદડીયા એ પહેલા અમને તાલુકાની બેઠક ની ટિકિટ આપવા કમિટમેન્ટ આપ્યું હતું. પરંતુ કોઇ કારણોસર શૈલેષ ગઢીયા ને મેદાનમાં ઉતરતાં મારે ના છૂટકે તેની સામે ઉમેદવારી ભરવાની ફરજ પડી છે. સાથે માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા, સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજા, રા.લો સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા અને જિલ્લા ભાજપના આગેવાન ભાનુંભાઈ મહેતા છે.

રાજકોટના સહકારી આગેવાન નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાએ પણ જયેશ રાદડિયા ની સામે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે મંત્રી જયેશ રાદડીયા એ અમને કમેન્ટ આપ્યું હતું કે નથુભાઈને લડવવા એટલે કાં તો ડી.કે સખિયા ને લડાવામાં આવશે અથવા તો વિજય સખીયાને લડાવવામાં આવશે. પરંતુ મંત્રી રાદડિયાએ શૈલેષ ગઢીયા ને ઉમેદવારી પત્ર ભરવાનું કહેતા ખળભળાટ મચી ગયો છે.  એક સમયના વિઠ્ઠલ રાદડિયાના સાથે હરદેવસિંહ જાડેજાએ તો એમ પણ કહ્યું હતું કે ઘીના ઠામમાં કે નહીં પડે તો યુદ્ધ એ જ કલ્યાણ…

આગામી દિવસોની અંદર રાજકોટ લોધીકા સંઘ ,માર્કેટિંગ યાર્ડ અને ડેરીની ચૂંટણી આવી રહી છે. ત્યારે બેંકની ચૂંટણી સમયે જ ભાજપના બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. પહેલી વખત જિલ્લા બેંકની ચૂંટણી વિઠ્ઠલ રાદડિયા ની ગેરહાજરી માં યોજાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા શું પરિણામ લાવે છે તેના પર સૌ કોઇની નજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.