Not Set/ BJP માં ચાલતો આંતરિક કલેશ ખુલ્લો પડી ગયો છે: ચાવડા

અમદાવાદ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા છે. મિશન 2019ની અગાઉ રાજ્યમાં તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસમાં રસાકસી ભર્યો માહોલ જામ્યો છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે  જોડતોડની રાજનીતિ તેમજ ભાજપમાં ચાલી […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Internal conflict in BJP has become open: Chavda

અમદાવાદ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા છે. મિશન 2019ની અગાઉ રાજ્યમાં તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસમાં રસાકસી ભર્યો માહોલ જામ્યો છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે  જોડતોડની રાજનીતિ તેમજ ભાજપમાં ચાલી રહેલો આંતરિક કલેશ ખુલ્લો પડી ગયો છે. એટલું જ નહીં  ભાજપમાં વિજયભાઈ અને નિતિનભાઈ વચ્ચેનો આંતરિક ખટરાગ પણ ચરમસીમા પર આવી ગયો છે.

ભાજપ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પ્રહાર

મિશન 2019 લોકસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં તાલુકા જિલ્લા પંચાયત તેમજ નગર પાલિકાઓની ચૂંટણીઓ હાલમાં યોજાઈ રહી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસમાં રસાકસી ભર્યો માહોલ જામ્યો છે. આ સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની સામે પછાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જે જોડતોડની રાજનીતિ અપનાવવામાં રહી છે તે ખુલ્લી પડી ગઈ છે. આ ઉપરાંત ભાજપમાં ચાલી રહેલો આંતરિક કલેશ ખુલ્લો પડીને લોકોને સમક્ષ આવી ગયો છે.

ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓમાં સત્તા મેળવવા માટે ભાજપ જોડતોડની રાજનીતિ કરતી આવી છે. જે ગુજરાતની સામાન્ય જનતા જાણી ચૂકી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં ચાલતો આંતરિક કલહ પણ ખુલ્લો પડીને લોકોની સમક્ષ આવી ગયો છે. ગુજરાત ભાજપના સંગઠનમાં ચાલતો આંતરિક ખટરાગ હોય કે પછી ગુજરાત સરકારમાં ચાલી રહેલો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ વચ્ચેનો આંતરિક કલેશ હોય તે સામાન્યની જનતાની સમય આવી ગયો છે.

કોંગ્રેસમાં કોઈને નારાજગી નથી: સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે

અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં કોઈને પણ નારાજગી નથી. પક્ષમાં તમામ કાર્યકરો અને આગેવાનોને કોઈ નારાજગી નથી. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર હોય કે પછી પક્ષનો નેતા હોય તમામે તમામ લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખભેખભા મેળવીને કામ કરશે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સારો દેખાવ કરશે તેવી પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આશા વ્યક્ત કરી હતી.