Hollywood Singer/ અનંત-રાધિકા પ્રી-વેડિંગ સેરેમનીમાં રિહાન્નાનું શાનદાર પરફોર્મન્સ, જામનગરમાંથી વિદાય લેતા હોલિવૂડ સિંગરે કહ્યું ‘તે ફરી ભારત આવવા માંગશે’

વિશ્વની પ્રખ્યાત પોપસિંગર રિહાન્નાએ પ્રથમ વખત ભારતમાં કોન્સર્ટ કર્યો હતો. રાધિકા-અનંતના પ્રી-વેડિંગ સેરેમનીમાં હોલિવૂડ સિંગર રિહાન્નાએ અંબાણી પરિવાર સાથે ખબૂ ડાન્સ કર્યો.

Trending Entertainment
YouTube Thumbnail 2024 03 02T114345.683 અનંત-રાધિકા પ્રી-વેડિંગ સેરેમનીમાં રિહાન્નાનું શાનદાર પરફોર્મન્સ, જામનગરમાંથી વિદાય લેતા હોલિવૂડ સિંગરે કહ્યું 'તે ફરી ભારત આવવા માંગશે'

રાધિકા-અનંતના પ્રી-વેડિંગ સેરેમનીમાં હોલિવૂડ સિંગર રિહાન્નાએ અંબાણી પરિવાર સાથે ખબૂ ડાન્સ કર્યો. કોન્સર્ટમાં કહ્યું- ‘હું ફરીથી ભારત આવવા માંગુ છું.’ વિશ્વની પ્રખ્યાત પોપસિંગર રિહાન્નાએ પ્રથમ વખત ભારતમાં કોન્સર્ટ કર્યો હતો. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં રિહાન્નાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. કોન્સર્ટ પછી તરત જ રિહાન્નાએ ભારત છોડી દીધું. જામનગર એરપોર્ટ પર જોવા મળેલી રીહાન્નાએ તેના કોન્સર્ટનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે તે ફરીથી ભારત આવવા માંગે છે.

Rihanna's Team Arrives in Jamnagar Ahead of Anant Ambani-Radhika Merchant  Pre-Wedding Event - Watch

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ માટે હોલિવૂડ સિંગર રિહાન્ના ગુરુવારે ભારે સામાન અને તેના અંગત સાધનો સાથે જામનગર પહોંચી હતી . અંબાણીએ હોલીવૂડની લોકપ્રિય સિંગર રિહાનાના સ્વાગત અને સુરક્ષામાં કોઈ કસર છોડી ન હતી. રિહાન્નાએ શુક્રવારની રાત તેના શાનદાર પ્રદર્શનથી યાદગાર બનાવી હતી.

રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ ફંક્શન પછી રીહાન્ના તરત જ જામનગરમાંથી વિદાય લીધી હતી. વહેલી સવારે રિહાન્ના જામનગર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન  રિહાન્ના એ તેના હાથમાં આભારનું બોર્ડ પકડ્યું હતું. પરત ફરતી વખતે, રીહાન્ના એરપોર્ટ પર રોકાઈ ગઈ અને મીડિયા સાથે વાત કરતા પોતાના કોન્સર્ટનો અનુભવ શેર કર્યો. રિહાન્નાએ કહ્યું કે તેનો કોન્સર્ટ શ્રેષ્ઠ હતો અને તે ફરીથી ભારત આવવા માંગે છે. રીહાન્નાએ એમ પણ કહ્યું કે તેને અહીં ખૂબ જ પસંદ છે.

Rihanna suffers wardrobe malfunction during performance in Jamnagar - India  Today

રાધિકા અને અનંતના પ્રી-વેડિંગમાંથી રિહાન્નાની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તે અંબાણી પરિવાર સાથે સ્ટેજ પર મસ્તી કરતી જોવા મળે છે. રીહાન્નાએ તેના ગીત અને ડાન્સથી ભીડને મંત્રમુગ્ધ કરી દીધી. મુકેશ, નીતા, રાધિકા, અનંત, શ્લોકા મહેતા, આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ સ્ટેજ પર રિહાના સાથે મસ્તી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

મહત્વનું છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે એક ભવ્ય પ્રિ-વેડિંગનું આયોજન કર્યું છે. જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં યોજાઈ રહી છે.છેલ્લા બે દિવસથી ગુજરાતનું જામનગર દેશી-વિદેશી સ્ટાર્સથી ધૂમ મચાવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Rishi Sunak/બ્રિટિશ PM ઋષિ સુનકની મોટી જાહેરાત, દેખાવકારો પર કડકાઈના આદેશ, જાણો કારણ

આ પણ વાંચો:India and Japan in Pokhran/‘ધર્મ ગાર્ડિયન’માં ભારત અને જાપાનની મિત્રતા દેખાય છે, બંને દેશોની સેનાઓ સૈન્ય અભ્યાસ કરી રહી છે

આ પણ વાંચો:Spring Arrived Early in World/વિશ્વમાં વસંત વહેલું આવી ગયું છે, યુરોપમાં બરફ ઓછો થઈ ગયો છે, જાપાન અને મેક્સિકોમાં ફૂલો પહેલેથી જ ખીલી ઉઠયા