કાનપુરકાંડનો માસ્ટર માઇન્ડ વિકાસ દૂબે આખરે મધ્યપ્રદેશના ઉજજૈજમાં પોલીસ સમક્ષ સરેંડર કરવામાં સફળ રહયો છે.,તેણે મહાકાલ પોલીસ મથક વિસ્તારમાં જઇને કાર્યવાહીને આખરી અંજામ આપ્યો છે.,તે પછી પોલીસે તેની ઘરપકડ કરી લીધી.,અને હવે તેને કાનપુર લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે..,
એક એસપી સહતી આઠ પોલીસકર્મીઓના મોતનો જવાબદાર વિકાસ દુબે યુપી પોલીસને ચકમલ આપીને અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો.,જો કે વિકાસ હંમેશા પોલીસને તેના ઇશારા પર નચાવતો રહયો છે..,તેની કરતૂતોને જાણીને તમે અંદાજો લગાવી શકો છો કે તે કોઇ સાધારણ આરોપી નથી.,તેનો ગુન્હાહીત કાળ ઘણો લાંબો છે..વર્ષ ૨૦૦૦થી લઇને અત્યાર સુધી તેણે અગણીત ગુનાઓ કર્યા છે.કેટલાક કેસોમાં તે નિર્દોષ તો છુટ્યો છે પણ હજુ ઘણા કેસ કોર્ટમાં પેન્ડિંગ છે..
વિકાસ દુબેએ કેટલાક એવા ગુનાઓને અંજામ આપ્યો હતો, જે પોલીસ માટે પણ એક પડકાર બની ગયો હતો.,આ એજ ગુનાખોર છે જેણે ૨૦૦૧માં રાજનાથસીંહ સરકારમાં મંત્રીનો હોદ્દો મેળવનાર સંતોષ શુક્લાની પોલીસ મથકમાં ઘૂસીને હત્યા કરી હતી.ઘઆ મામલો તે વખતે ઘણો ચર્ચામાં આવ્યો હતો.,પણ તેનો ખૌફ આ હત્યાથી એટલો બધો ફેલાઇ ગયો હતો કે.,તેના વિરૂદ્ધમાં સાબિતી આપવા માટે પણ કોઇ તૈયાર થતું ન હતું..,કોર્ટમાં નિવેદન આપવા તૈયાર થયેલા ૧૯ પોલીસકર્મચારીઓ પણ તેમના નિવેદનથી ફરી ગયા હતા..,વિકાસ દૂબેના વિરૂદ્ધમાં ૬૦ જેટલા કેસ ચાલે છે..,
વર્ષ ૨૦૦૦માં વિકાસ દુબે પર કાનપૂરમાં શિવલી પોલીસમથક સ્થિત તારાચંદ ઇન્ટર કોલેજના સંચાલકની હત્યાઓ આરોપ લાગ્યો હતો.,તે ઉપરાંત વર્ષ ૨૦૦૦માં જ તેના પર કાનપુરના શિવલી પોલીસ મથક વિસ્તારમાં રામબાબુ યાદવની હત્યાના મામલે જેલમાં રહીને કાવતરૂ ઘડવાનો પણ આરોપ હતો.,
વર્ષ ૨૦૦૪માં એક કેબલ ઓપરેટર દિનેસ દુબેની હત્યાનો પણ વિકાસ પર આરોપ છે..,તો ૨૦૧૮માં તેના પોતાના જ કાકાના દિકરા અનુરાગ પર વિકાસ દુબેએ જીવલેણ હૂમલો કરાવ્યો હતો.,તે દરમિયાન વિકાસ જેલમાં બંધ હતો.,અને ત્યાંથી જ તેણે કાવતરૂ રચ્યુ હતું..,આ કિસ્સામાં પણ અનુરાગની પત્ની અને વિકાસ સહીત ચાર લોકો પર કેસ થયો હતો.,
માનવામાં આવી રહયુ છે કે.,ઉત્તરપ્રદેશમાં તમામ રાજકીય પાર્ટીઓ પર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની પકડ છે..,૨૦૦૨માં માયાવતી જયારે મુખ્યમંત્રી હતી ત્યારે વિકાસ દુબેએ કેટલીય જમીનો પર ગેરકાયદેસર કબજો કર્યો હતો.,ગેરકાયદેસર રીતે તેણે ઘણી સંપતિ બનાવી.તે દરમિયાન બિલ્હોર, શિવરાજપુર,રિનયાં,ચૌબેપુરને સાથે કાનપુર નગરમાં પણ વિકાસ દુબેનો દબદબો હતો.,
શું થયુ હતુ તે રાત્રીએ.,?
કહેવામાં આવી રહયુ છે કે.,બિલ્હોરના સીઓ દેવેન્દ્રમિશ્રા શિવરાજપુરના એસઓ મહેશ યાદવ, બે ઇન્સ્પેક્ટર અને ૪ સિપાહી શહીદ થઇ ગયા.,તે ઉપરાંત સાત પોલીસકર્મીઓ ઘાયલ થયા છે..જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.ઉત્તરપ્રદેશના ડીજીપી એચસી અવસ્થીએ કહ્યુ કે વિકાસ દુબેના વિરૂદ્ધમાં કેટલાક દિવસો પહેલાં હત્યાનો ગુનો નોંધાયો હતો.,જેવી પોલીસફોર્સ તેના ગામની બહાર પહોચી તો ત્યાં જેસીબી લગાવી દીધુ.,તેના લીધે પોલીસની ગાડી ગામમાં ન જઇ શકી.,
તમને જણાવી દઇએ કે કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાર કરને ભાગેલો વિકાસ દુબેને પોલીસે જોયો તો હતો.,પણ હાથમાં આવ્યો ન હતો.,હરિયાણાના ફરીદાબાખમાં વિકાસ દુબે જોત જોતામાં ઓટો રીક્ષા પકડીને રફૂચકકર થઇ ગયો હતો.,ત્યારપછી યુપી પોલીસ કહી રહી હતી કે.,હવે વિકાસ દુબેનું કાઉનડાઉન શરૂ થઇ ચૂકયુ છે..,
વિકાસ દુબેને યુપી પોલીસની પ૦ ટીમ અને એસટીએફનું આખુ લશ્કર શોધી રહયુ હતું.,તેમ છતાં વિકાસ કાનપુરમાં આઠપોલીસ કર્મચારીઓની હત્યા કરીને હરિયાણાના ફરિદાબાદમાં પહોચી ગયો.,ફરીદાબાદમાં પણ તે સૌની સામે આવ્યો.,પણ એન્કાઉન્ટર તો દુરે. તેને કોઇ પકડી પણ ન શક્યું.,એકદમ ફિલ્મી સ્ટાઇલમાં તે પોલીસને ચેલેન્જ આપીને નિકળી ગયો.,જાણે કે વિકાસ દુબે પોલીસને કહી રહયો હોય..કે પકડી શકતા હોય તો પકડી બતાવો.,ઉલ્લેખનીય છે કે.,છેલ્લા સાત દિવસથી યુપી પોલીસ વિકાસ દુબેને શોધી રહી હતી.,પણ વિકાસ દુબે સતત પોલીસની આંખોમાં ધૂ નાખીને ફરાર થઇ જતો હતો.,પણ હવે ખુદ વિકાસ દુબેએ ઉજજૈનમાં સરેન્ડર કરીને યુપી પોલીસના અરમાનો પર પાણી ફેરવી દીધુ છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….