Not Set/ રાજ્ય સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિઓની યાદી, કુલ 69 જાતિનો સમાવેશ

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા શુક્રવારે બિન અનામત જ્ઞાતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિઓને લાભ આપવા માટે બિન અનામત જ્ઞાતિની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 69 જ્ઞાતિઓનો બિન અનામત જ્ઞાતિ તરીકે સમાવેશ કરાયો છે.  જેમાં હિન્દુની 42 જ્ઞાતિ, 23 મુસ્લિમ જાતિ અને અને બિન ધર્મીય 3 […]

Ahmedabad Top Stories Gujarat
Rupani રાજ્ય સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિઓની યાદી, કુલ 69 જાતિનો સમાવેશ

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા શુક્રવારે બિન અનામત જ્ઞાતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિઓને લાભ આપવા માટે બિન અનામત જ્ઞાતિની યાદી જાહેર કરી છે.

આ યાદીમાં કુલ 69 જ્ઞાતિઓનો બિન અનામત જ્ઞાતિ તરીકે સમાવેશ કરાયો છે.  જેમાં હિન્દુની 42 જ્ઞાતિ, 23 મુસ્લિમ જાતિ અને અને બિન ધર્મીય 3 જાતિઓનો સમાવેશ કરાયો છે.

હિન્દૂ બિન અનામત જ્ઞાતિ :

બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBC માં ન હોય તે ), પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર- પટેલ, લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા- લવાણા- લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBC માં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), દશા- વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના), સોની- સોનાર- સુવર્ણકાર, સિંધી ( જે SC, ST, OBC/SEBC માં ન હોય તે ).

મુસ્લિમ બિન અનામત જ્ઞાતિ :

સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક (જે SC, ST, OBC/SEBC માં ન હોય તે), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન (પટેલ), પટેલ (મુસ્લિમ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ (જે SC, ST, OBC/SEBC માં ન હોય તે),  વ્યાપારી (મુસ્લિમ), અત્તરવાલા.

અન્ય ધર્મી બિન અનામત જ્ઞાતિ :

પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદી.