Not Set/ ભાજપ રૂ. 869 કરોડ સાથે સૌથી ધનવાન પાર્ટી , કોંગ્રેસ રૂ. 759 કરોડથી બીજા ક્રમ પર : એડીઆર રિપોર્ટ

એસોસિએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભાજપ ભારતના સાત રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી ધનાઢ્ય છે અને પક્ષે 2015-16માં આશરે રૂ. 894 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એડીઆરએ જાહેર કરેલાં રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસે  રૂ. 759 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, જે યાદીમાં બીજા સ્થાને છે. જ્યારે ભાજપે તે […]

Top Stories
news1703 ભાજપ રૂ. 869 કરોડ સાથે સૌથી ધનવાન પાર્ટી , કોંગ્રેસ રૂ. 759 કરોડથી બીજા ક્રમ પર : એડીઆર રિપોર્ટ

એસોસિએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભાજપ ભારતના સાત રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી ધનાઢ્ય છે અને પક્ષે 2015-16માં આશરે રૂ. 894 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એડીઆરએ જાહેર કરેલાં રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસે  રૂ. 759 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, જે યાદીમાં બીજા સ્થાને છે. જ્યારે ભાજપે તે સમયે લગભગ 25 કરોડની લાઇબીલીટી જાહેર કરી હતી, ત્યારે કોંગ્રેસ માટેનો આંકડો રૂ. 329 કરોડ હતો.

2004-05 થી 2015-16 સુધી રાષ્ટ્રીય પક્ષો દ્વારા અસ્કયામતો અને જવાબદારીઓની ઘોષણાના આધારે આ અહેવાલ આધારિત છે. પક્ષોની અસ્કયામતોમાં ફેરફારપાત્ર અને સ્થાવર મિલકત, રોકડ, વાહનો, રોકાણ, ડિપોઝિટ, લોન અને એડવાન્સિસનો સમાવેશ થાય છે, જવાબદારીઓમાં પરિબળો જેવા કે બેન્કો પાસેથી ઉધાર, અસુરક્ષિત લોન અને ઓવરડ્રાફટ સવલતોની પહોંચ સામેલ છે.

ભાજપની વાત કરીએ તો 2004-5માં પક્ષની સંપત્તિ 122.93 કરોડ રૂપિયા હતી જે 2015-16માં વધીને 893.88 કરોડ રૂપિયા થઇ હતી.2004-5માં કોંગ્રેસની સંપત્તિ 167.35 કરોડ રૂપિયા હતી,જે 2015-16માં વધીને 758.89 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.