shootout/ અમેરિકામાં 18 લોકોને ઠાર કરનારાની લાશ મળી, આત્મહત્યાની શંકા

અમેરિકામાં મેઈનના લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબાર કરીને 18 લોકોની હત્યા કરનાર આરોપી પોતે મૃત હાલતમાં મળી આવ્યો છે. શંકાસ્પદની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ હતી.

Top Stories World
US Shootout અમેરિકામાં 18 લોકોને ઠાર કરનારાની લાશ મળી, આત્મહત્યાની શંકા

વોશિંગ્ટનઃ અમેરિકામાં મેઈનના લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબાર કરીને 18 લોકોની હત્યા કરનાર આરોપી પોતે મૃત હાલતમાં મળી આવ્યો છે. શંકાસ્પદની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ હતી. પોલીસ છેલ્લા 48 કલાકથી આરોપીને શોધી રહી હતી. પોલીસને આશંકા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. જો કે હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રોબર્ટનું મૃત્યુ બંદૂકની ગોળીથી થયું હોવાનું જણાય છે. અમેરિકાના મેઈનના લેવિસ્ટનમાં ગુરુવારે થયેલી ગોળીબારમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, કાર્ડનો મૃતદેહ શુક્રવારે લિસ્બન શહેર નજીકના જંગલમાંથી મળી આવ્યો હતો.

આ ઉપરાંત તે માનસિક રીતે બીમાર હતો. આવી સ્થિતિમાં, તેમને માનસિક સ્વાસ્થ્ય સુવિધામાં દાખલ કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં જ ત્યાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

સ્થાનિક રહેવાસીઓને ચેતવણી

કાર્ડની કાર હત્યા સ્થળથી લગભગ આઠ માઈલ દૂર લેવિસ્ટનમાં મળી આવી હતી. આવી સ્થિતિમાં અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને ચેતવણી આપી હતી. આ ઉપરાંત પોલીસના સેકંડો કર્મચારીઓ તેને શોધી રહ્યા હતા. AR-15 એસોલ્ટ રાઈફલથી સજ્જ રોબર્ટ કાર્ડની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

“મને એ જાણીને રાહત થઈ છે કે રોબર્ટ કાર્ડ હવે કોઈના માટે ખતરો નથી,” મેઈનના ગવર્નર જેનેટ મિલ્સે શુક્રવારે મોડી રાત્રે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પબ્લિક સેફ્ટી કમિશનર માઈકલ સોશુકે પુષ્ટિ કરી હતી કે કાર્ડનો મૃતદેહ શુક્રવારે લગભગ 7:45 વાગ્યે ઇટી પર મળી આવ્યો હતો. નોંધનીય છે કે લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબારના આરોપીની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ હતી, જે યુએસ આર્મીમાંથી નિવૃત્ત હતો.


whatsapp ad White Font big size 2 4 અમેરિકામાં 18 લોકોને ઠાર કરનારાની લાશ મળી, આત્મહત્યાની શંકા


આ પણ વાંચોઃ વતન પ્રેમ/ પીએમના આગમનને લઈને તડામાર તૈયારી, જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા

આ પણ વાંચોઃ Asian Para Games/ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 100 મેડલ જીત્યા

આ પણ વાંચોઃ ધમકી/ સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી