Not Set/ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને લાગશે ઝટકો, રચાઈ શકે છે ત્રિશુંક સરકાર, જુઓ આ આંકડા

નવી દિલ્હી, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કવાયત શરુ કરી દેવામાં આવી છે. એક બાજુ જ્યાં કેન્દ્રમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ અને મોદી સરકાર દ્વારા મિશન ૨૦૧૯ના ભાગરૂપે ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવી રહ્યું છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા મોદી સરકારને રોકવા માટે ગઠબંધન કરવામાં આવી રહ્યા છે. જો […]

Top Stories India Trending
Modi 1 ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને લાગશે ઝટકો, રચાઈ શકે છે ત્રિશુંક સરકાર, જુઓ આ આંકડા

નવી દિલ્હી,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કવાયત શરુ કરી દેવામાં આવી છે. એક બાજુ જ્યાં કેન્દ્રમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ અને મોદી સરકાર દ્વારા મિશન ૨૦૧૯ના ભાગરૂપે ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવી રહ્યું છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા મોદી સરકારને રોકવા માટે ગઠબંધન કરવામાં આવી રહ્યા છે.

706911 namo vs raga 1 ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને લાગશે ઝટકો, રચાઈ શકે છે ત્રિશુંક સરકાર, જુઓ આ આંકડા
national-survey-towards-lok-sabha-elections-2019-between-big defeats for bjp and modi government

જો કે આ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે જેને લઈ વર્તમાન મોદી સરકાર માટે ચિંતાજનક જોવા મળી રહ્યો છે. આ સર્વે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા દેશના લોકોનો મિજાજ જાણવા માટે કોશિશ કરાઈ હતી, જેમાં ત્રિશુંક વિધાનસભા રચવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

હિન્દી ન્યુઝ ચેનલ આજતકના કાર્વી ઇનસાઈટ્સ દ્વારા કરાયેલા સર્વેમાં આ ચોકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોની વિરુધ આંકડા સામે આવી રહ્યા છે.

general election 2019 ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને લાગશે ઝટકો, રચાઈ શકે છે ત્રિશુંક સરકાર, જુઓ આ આંકડા
national-survey-towards-lok-sabha-elections-2019-between-big defeats for bjp and modi government

૨૦૧૪માં NDAને ૩૮ ટકા વોટ મળ્યા હતા જયારે UPAના ગઠબંધનને માત્ર ૨૩ ટકા વોટ મળ્યા હતા, તો અન્ય દળોના ભાગમાં ૩૯ ટકા વોટ આવ્યા હતા. જો કે સર્વેના આંકડા બતાવે છે કે, વર્ષ ૨૦૧૯માં NDAનું વોટ શેરિંગ ૩૮ ટકાથી ઘટીને ૩૫ ટકા થઇ રહ્યું છે જયારે UPAને ૧૦ ટકા વોટનો ફાયદો થઇ રહ્યો છે તેમજ અન્ય દળોને ભાગમાં ૩૨ ટકા વોટ આવી રહ્યા છે.

india election 1 wide e58c339230c13585cbc9f24ffde855612ccab888 ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને લાગશે ઝટકો, રચાઈ શકે છે ત્રિશુંક સરકાર, જુઓ આ આંકડા
national-survey-towards-lok-sabha-elections-2019-between-big defeats for bjp and modi government

સર્વેમાં જોવા મળી રહેલા આંકડા મુજબ, સૌથી વધુ નુકશાન મોદી સરકારને થઇ રહ્યું છે. ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનમાં વર્ષ ૨૦૧૪ કરતા ૯૯ સીટો ઘટીને ૨૩૭ બેઠકો પર આવી રહ્યું છે.

જયારે ૨૦૧૪ની તુલનામાં UPA ગઠબંધનને સૌથી વધુ ફાયદો થઇ રહ્યો છે, જેમાં તેઓને ૧૦૬ બેથાકોના વધારા સાથે ૧૬૬ સીટ મળી રહી છે. જો કે અન્ય દળોને નુકશાન થઇ રહ્યું છે. તેઓને ૨૦૧૪ની ૧૫૩ બેઠકોની જગ્યાએ ૧૪૦ સીટ પર જીત મેળવી રહ્યા છે.