Not Set/ અગસ્તા વેસ્ટલેન્ડમાં EDએ કોર્ટમાં કર્યો દાવો, વચેટિયા મિશેલે લીધુ ‘શ્રીમતી ગાંધી’નું નામ

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા મામલે કથિત રીતથી વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર ED (પ્રવર્તન નિર્દેશાલય)એ કોર્ટમાં જણાવ્યું હતું કે, ક્રિશ્ચિયન મિશેલે તેની પૂછપરછમાં ‘શ્રીમતી ગાંધી’નું નામ લીધું છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ઇડી (ED)એ જણાવ્યું હતું કે, આ સોદામાં કોડવર્ડમાં વાત કરવામાં […]

Top Stories India Trending Politics

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા મામલે કથિત રીતથી વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર ED (પ્રવર્તન નિર્દેશાલય)એ કોર્ટમાં જણાવ્યું હતું કે, ક્રિશ્ચિયન મિશેલે તેની પૂછપરછમાં ‘શ્રીમતી ગાંધી’નું નામ લીધું છે.

ED says Christian Michel was in contact with one mrs Gandhi in Agusta Westland Scam
mantavyanews.com

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ઇડી (ED)એ જણાવ્યું હતું કે, આ સોદામાં કોડવર્ડમાં વાત કરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું હતું કે, મિશેલે પૂછપરછમાં ઇટાલિયન મહિલાનું નામ લીધું છે. જોકે ઇડીએ એવું પણ જણાવ્યું છે કે મિશેલ વારંવાર ઇટાલિયન મહિલાના પુત્રની વાત કરે છે. ઇડીએ કોર્ટમાં મિશેલના વધુ આઠ દિવસના રિમાન્ડની માગ કરી રહ્યું છે. મિશેલના રિમાન્ડ 28 ડિસેમ્બરે પૂરા થઈ ગયા છે.

પટિયાલા હાઉસ  કોર્ટ સમક્ષ ઇડીએ એવું પણ જણાવ્યું હતું કે, કઇ રીતે આ કોન્ટ્રાક્ટમાંથી એચએએલને હટાવી અને તેની ઓફર ટાટાને આપવામાં આવી તે બાબતને મિશેલે ઓળખી કાઢી છે. આ સાથે જ ઇડીએ મિશેલના વકીલને તેના સુધી પહોંચવા પર પણ રોક લગાવવાની માગ કરી છે.

ED says Christian Michel was in contact with one mrs Gandhi in Agusta Westland Scam
mantavyanews.com

ઇડી (ED)નું કહેવું છે કે વકીલ દ્વારા મિશેલ પર બહારથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેના પર મિશેલના વકીલે જણાવ્યું હતું કે, અમે આ વિવાદ કરી રહ્યા નથી કે તેઓ (ક્રિશ્ચિયન મિશેલ)એ અમને દસ્તાવેજો સોંપ્યા હતા, પરંતુ તે ઇડીનો દોષ છે કે તેમણે આમ થવા દીધું.

દેશના બહુચર્ચિત અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદા પ્રકરણમાં વચેટિયાએ ક્રિશ્ચિયન મિશેલે ઇડીની પૂછપરછમાં શ્રીમતી ગાંધીનું નામ લીધું હોવાની વિગતો કોર્ટમાં રજૂ થઈ છે. જેના કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ગાંધી પરિવારની મુશ્કેલીઓ વધારો થઈ શકે છે.