Crime/ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિ પર ડીઝલ નાખી જીવતો સળગાવ્યો અને પછી…

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના પહાડપુર ગામમાં એક 25 વર્ષિય યુવકને તેની પત્નીએ અને પ્રેમીએ મળીને જીવતો સળગાવી દીધો. વિવાહિત યુવાન અમિત કુમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમિતના પિતાએ પુત્રવધૂ અને તેના પિતા સહિત ત્રણ અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમિતનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં […]

India
huband aag પત્નીએ પ્રેમી સાથે મળીને પતિ પર ડીઝલ નાખી જીવતો સળગાવ્યો અને પછી...

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના પહાડપુર ગામમાં એક 25 વર્ષિય યુવકને તેની પત્નીએ અને પ્રેમીએ મળીને જીવતો સળગાવી દીધો. વિવાહિત યુવાન અમિત કુમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમિતના પિતાએ પુત્રવધૂ અને તેના પિતા સહિત ત્રણ અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

उप्र: प्रेमी संग पत्नी ने पति को जिंदा जलाया - newslabz.com hindi, latest  news in hindi

અમિતનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અમિતના પિતા સુરેશચંદના જણાવ્યા અનુસાર, તેની વહુનો સ્થાનિક રહેવાસી રાકેશ સાથે ગેરકાયદેસર સંબંધ હતો. તેણે કહ્યું, અમિતના મિત્ર હેમંત, જે રાકેશનો મિત્ર પણ છે, તેણે અમિતને ફોન કર્યો અને નજીકના ઈંટ-ભઠ્ઠા પર બોલાવ્યો. બાદમાં અમિત ત્યાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તે ગંભીર રીતે દાઝી ગયો હતો.

તેણે દાવો કર્યો હતો કે તેની પુત્રવધૂ સંગીતાએ હેમંત અને રાકેશ સાથે મળીને અમિતને બાંધી દીધો હતો અને તેના શરીર પર ડીઝલ લગાવી આગ ચાંપી દીધી હતી. તેમણે કહ્યું, સંગીતાના પિતા રામ સ્વરૂપ પણ મારા પુત્રની હત્યામાં સામેલ છે.

એડિશનલ પોલીસ અધિક્ષક આદિત્ય વર્માએ જણાવ્યું હતું કે, અમિતના પિતા તરફથી મળેલી ફરિયાદના આધારે સંગીતા, હેમંત જાટવ, રાકેશ અને રામ સ્વરૂપ સામે આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાકેશની ધરપકડ કરવામાં આવી છે અને બાકીની પણ ધરપકડ કરવામાં આવશે. આ મામલે તપાસ ચાલી રહી છે.