Not Set/ પ્રજાસત્તાક ડેની ભારે સુરક્ષા: 49,000 જવાનો તૈનાત કરાયા, એરપોર્ટ પર CISFના 400 જવાનો ખડેપગે

નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી એક છાવણીમાં ફેરવાઇ ગયું છે. રીપબ્લીક દિવસની પરેડને લઇને ત્રાસવાદી હુમલાની દહેશતના કારણે દિલ્હી પોલીસના ૨૫,૦૦૦૦ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં ભરચક માર્કેટ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને વિમાની મથક તેમજ મોટા મોલ ખાતે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. દિલ્હીના […]

Top Stories India Trending
GettyImages 694740 5c33dbc0c9e77c0001348267 પ્રજાસત્તાક ડેની ભારે સુરક્ષા: 49,000 જવાનો તૈનાત કરાયા, એરપોર્ટ પર CISFના 400 જવાનો ખડેપગે

નવી દિલ્હી,

પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી એક છાવણીમાં ફેરવાઇ ગયું છે. રીપબ્લીક દિવસની પરેડને લઇને ત્રાસવાદી હુમલાની દહેશતના કારણે દિલ્હી પોલીસના ૨૫,૦૦૦૦ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે.

DxrNL7uV4AAn3jY e1548332052181 પ્રજાસત્તાક ડેની ભારે સુરક્ષા: 49,000 જવાનો તૈનાત કરાયા, એરપોર્ટ પર CISFના 400 જવાનો ખડેપગે
NATIONAL-The heavy duty of Republic Day 49,000 soldier were deployed CISF 400 stand by at airport

દિલ્હીમાં ભરચક માર્કેટ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને વિમાની મથક તેમજ મોટા મોલ ખાતે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. દિલ્હીના ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 400 જેટલા સીઆઇએસએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

૧૫,૦૦૦ સીસીટીવી કેમેરા હેઠળ ૪૯,૦૦૦ અર્ધલશ્કરી દળો ગોઠવવામાં આવનાર છે.  રાજપથ નજીકની ઉંચી ઇમારતો પર નેશનલ સિક્યુરિટી ગાર્ડના કમાન્ડો ગોઠવી દેવામાં આવ્યા છે.

પ્રજાસત્તાક ડેની ભારે સુરક્ષા: 49,000 જવાનો તૈનાત કરાયા, એરપોર્ટ પર CISFના 400 જવાનો ખડેપગે
NATIONAL-The heavy duty of Republic Day 49,000 soldier were deployed CISF 400 stand by at airport

રીપબ્લીક ડેની પરેડમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભવોની હાજરીના કારણે  વીવીઆઇપી રૂટ, વીઆઇપી રૂટ સહિત તમામ જગ્યાએ સુરક્ષા મજબુત રાખવામાં આવી રહી છે. પરેડ જે રસ્તા પર થાય છે તે રાજપથ પર 250 જેટલા સીસીટીવી લગાવીને તમામ ગતિવિધીઓની પળે પળની જાણકારી લેવાશે.

પોલીસે સુત્રોના કહેવા ૪૯૦૦૦ કુલ સુરક્ષા જવાનો પૈકી અર્લશ્કરી દળના ૧૫૦૦૦ અને દિલ્હી પોલીસના ૨૫૦૦૦ જવાનો ગોઠવાશે. આવતીકાલે સવારે પાંચ વાગ્યાની તમામની તૈનાતી કરી દેવામાં આવનાર છે.

સેન્ટ્રલ, નોર્થ અને નવી દિલ્હી ડ્રિસ્ટ્રીક્ટમાં ૨૦,૦૦૦ જવાનો રહેશે. વિજય ચોકથી શરૂ કરીને રાસસિના હિલ ટોપ સુધી પરેડ રૂટ પર નજર રાખવા માટે આશરે ૧૫૦૦૦ સીસીટીવી રહેશે. પરેડ સવારે ૯.૫૦ વાગે શરૂ કરાશે. પરેડ ૯૦ મિનિટ સુધી ચાલનાર છે.  રાજપથના ત્રણ કિલોમીટર લાંબા પટ્ટાને પરેડના મુખ્ય સ્થળ તરીકે જાવામાં આવે છે. અહી ૨૫૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવનાર છે. દરેક ૧૮ મીટરે એક કેમેરા ગોઠવી દેવામાં આવનાર છે.

delhi 3925450 835x547 m પ્રજાસત્તાક ડેની ભારે સુરક્ષા: 49,000 જવાનો તૈનાત કરાયા, એરપોર્ટ પર CISFના 400 જવાનો ખડેપગે
NATIONAL-The heavy duty of Republic Day 49,000 soldier were deployed CISF 400 stand by at airport

નવી દિલ્હીમાં કેટલાક મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકને આજથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં ટ્રાફિક પરેડ પુરી થશે ત્યાં સુધી બંધ રહેશે. સાદા વસ્ત્રોમાં પણ જવાનો તૈનાત રહેશે.

૨૬મી જાન્યુઆરીના દિવસે સવારમાં તમામ મેટ્રો સ્ટેશનોને સાવચેતીના પગલા રૂપે બંધ રાખવામાં આવનાર છે. સ્થળ પર પહોંચનાર તમામ લોકોની ગતિવિધી પર કેમેરા નજર રાખશે, ફેસ મેચ ન થવાની સ્થિતિમાં અલાર્મ વાગશે અને સુરક્ષા સંસ્થાઓ વધુ સાવધાન થઇ જશે, ઉપલબ્ધ ફોટોગ્રાફ સાથે કોઇ વ્યક્તિના ચહેરા મેચ ન થવાની સ્થિતિમાં સુરક્ષા દળો કાર્યવાહી કરશે. સેન્ટ્રલ રૂમમાં રહીને સ્પેશિયલ સેલ, ક્રાઇમ બ્રાન્ચ અને ઇન્ટેલિજન્સના અધિકારીઓ કેમેરા પર નજર રાખશે.