પૂર્વે પણ નગરપાલિકા અને મહાનગરોની હદોનાં વિસ્તરણોમાં વિવાદો સર્જાયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતનાં શહેરોમાં નગરની હદોમાં આસપાસનાં ગામોનો સમાવેશ કરવામાં આવતો હોવાનાં કારણે લોકો દ્વારા કોઇ જગ્યા પર સમાવેશની તરફેણમાં અને કોઇ જગ્યાએ સમાવેશનાં વિરોધમાં બબલો અને આંદોલનનો કરવામાં આવ્યા હોવાનાં દાખલા છે. પરંતુ આ મામલો તો સત્તાધારીઓમાં જ ચરમસીમાએ પહોંચેલા વિવાદનો છે અને આ જ કારણે ભાજપ વધુ એક પાલીકા હાથમાથી ખોઇ દેશે તેવી સ્થિતિ પણ સર્જાઇ છે.
આપને જણાવી દઇએ કે, નવસારીના વિજલપોરની નગરપાલિકામાં પ્રમુખને ઉપપ્રમુખે થપ્પડ મારી દેતા વિવાદ સર્જાયો. વિજલપોરને નવસારીમાં સમાવવા અંગે મળેલી સામાન્ય સભા દરમિયાન ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યો વચ્ચે માથાકૂટ થઈ. અને આ માથાકૂટ થોડા સમયમાં જ મારામારીમાં પરિણમી. દરમિયાન નગરપાલિકાના ઉપપ્રમુખ સંતોષ પુંડકરે, ન.પા. પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ ઝીંકી દીધી હકતી. સમગ્ર મામલે ભાજપમાં બે ફાટા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે, અને ભાજપમાંથી ચૂંટાયેલા 17 સભ્યોએ બળવો પોકારી અલગ મોરચો માંડતા ભાજપની સત્તા જોખમમાં મૂકાઈ છે.
તમામ હકીકતો વચ્ચે નવસારીની વિજલપોર નગરપાલિકાનો ફડાકા કાંડ સમગ્ર જીલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, હવે શું ?
જુઓ વીડિયો, કેમ પડી થપ્પડ?…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.