Not Set/ video: ભગવાન જગન્નાથની જળયાત્રા, સંતો-મહંતો સાથે ડે.સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાજી નગરયાત્રા નીકળી છે. જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ રથયાત્રા પહેલા 28મીએ પૂનમના દિવસે સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. જ્યાં રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગંગાપૂજન કરશે. […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
jalyatra video: ભગવાન જગન્નાથની જળયાત્રા, સંતો-મહંતો સાથે ડે.સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાજી નગરયાત્રા નીકળી છે. જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ રથયાત્રા પહેલા 28મીએ પૂનમના દિવસે સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે.

જ્યાં રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગંગાપૂજન કરશે. પૂજન વિધિ બાદ 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે. તેમ જણાવતા મંદિરના મહંત દિલીપદાસજીએ વધુમાં જણાવ્યું કે, મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. ત્યારબાદ ભગવાન લગભગ ભક્તોને ગજવેશમાં દર્શન આપશે. આ ઉત્સવ દરમિયાન બપોરે મંદિરમાં ભંડારો પણ યોજાશે.

આ જળયાત્રાની સાથે રથયાત્રાની પરંપરાગત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.બળદગાડાંના સુશોભન માટેના ચંદરવા પહેલીવાર પુરીના કારીગરોએ તૈયાર કર્યાજળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા પહેલીવાર જગન્નાથ પુરીના કારીગરોએ તૈયાર કર્યા છે.

મહંતે આ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી સ્થાનિક કારીગરો કાપડ પર રેશમના દોરાનો ઉપયોગ કરી સુશોભન કરાતું હતું. આ વખતે પુરીના કારીગરને સામેલ કરવા માટે પ્રેરણા થતા ચંદરવો ત્યાં તૈયાર કરાયો છે.

જેમાં રંગીન દોરા, ઊન સહિતની સામગ્રી વપરાઈ છે.જગન્નાથ મંદિરમાં ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સાંજે 4 વાગે મોસાળમાં સરસપુર જવા રવાના થશે.