Not Set/ #કોરોનાવાયરસ/ શું તમારુ કોઇ ચીનમાં ફસાયેલું છે? તો મદદ માટે ગુજરાત સરકારે જાહેર કર્યા છે આ હેલ્પલાઇન નંબરો

#કોરોનાવાયરસ નાં કારણે ચીન અને પૂરા વિશ્વનાં શ્વાસ અધરતાલ છે. દેશભરમાં કોરોનાએ અફરાતફરી સર્જી દીધી છે. ગુજરાતનાં પણ અનેક વિદ્યાર્થીઓ ચીનમાં કોરોનાનાં કારણે આટવય પડ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચીનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની મદદે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાંં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સીધી દેખરેખ નીચે ગુજરાત સરકારે ચીનમાં કોરોનાવાયરસના કારણે ગુજરાતના જે […]

Top Stories Gujarat
corona gujarat #કોરોનાવાયરસ/ શું તમારુ કોઇ ચીનમાં ફસાયેલું છે? તો મદદ માટે ગુજરાત સરકારે જાહેર કર્યા છે આ હેલ્પલાઇન નંબરો

#કોરોનાવાયરસ નાં કારણે ચીન અને પૂરા વિશ્વનાં શ્વાસ અધરતાલ છે. દેશભરમાં કોરોનાએ અફરાતફરી સર્જી દીધી છે. ગુજરાતનાં પણ અનેક વિદ્યાર્થીઓ ચીનમાં કોરોનાનાં કારણે આટવય પડ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચીનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની મદદે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાંં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સીધી દેખરેખ નીચે ગુજરાત સરકારે ચીનમાં કોરોનાવાયરસના કારણે ગુજરાતના જે લોકો ફસાયેલા છે, તેની સંપૂર્ણ વિગતો મેળવી અને જરૂરી તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે મુખ્ય સચિવને સૂચનાઓ આપી છે. ગુજરાત પરત ફરવા ઇચ્છતા વિદ્યાર્થીઓની મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને આપી છે.

આપને જણાવી દઇએ કે, કોરોનાવાયરસનાં કારણે જે વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા છે તે તમામ વિદ્યાર્થીનાં વાલી-પરિજનોનો ગુજરાત સરકારનું રિલીફ કમિશનર સંપર્ક કરીશે અને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે વાલી-પરિવારોના બાળકો ચીનમાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે.

ગુજરાત સરકાર દ્વારા આ માટે ખાસ હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમ 079 – 23251900 તેમજ નાયબ કલેકટર 9978405741, 9099016213, અને મામલતદાર 9978405743નો સંપર્ક કરી વિગતો આપી શકાશે. ફસાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત-ભારત પરત ફરીયા પછી જરૂર જણાય તો આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા 9879549516  તથા 079 – 23250818 ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન