Not Set/ જાણો કેમ ઇમરાન ખાને કહ્યું “નર્સ લાગવા માંડી હતી અપ્સરા”, પછી કેવી હાલત કરી ટ્રોલર્સે

 પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે ” જ્યારે તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું ત્યારે તેને “નર્સ અપ્સરા લાગવા માંડી” હતી. ઇમરાન દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ રહ્યું છે અને લોકો જાત જાતની મશ્કરી સાથે ઇમરાન ખાનની ઠેકડી ઉડાવતા નજરે આવી રહ્યા છે.    વડા પ્રધાન […]

Top Stories World
imran 1 જાણો કેમ ઇમરાન ખાને કહ્યું "નર્સ લાગવા માંડી હતી અપ્સરા", પછી કેવી હાલત કરી ટ્રોલર્સે

 પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે ” જ્યારે તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું ત્યારે તેને “નર્સ અપ્સરા લાગવા માંડી” હતી. ઇમરાન દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ રહ્યું છે અને લોકો જાત જાતની મશ્કરી સાથે ઇમરાન ખાનની ઠેકડી ઉડાવતા નજરે આવી રહ્યા છે.   

વડા પ્રધાન ઇમરાન ખાને “નર્સ અપ્સરા લાગવા માંડી”નું આ નિવેદન એક હોસ્પિટલનાં કાર્યક્રમમાં આપ્યું હતું, આપને જણાવી દઇએ કે આ તેજ હોસ્પીટલ છે જ્યાં 2013 માં ચૂંટણી પ્રચાર દરમિયાન ઇમરાન ખાનને મંચ પરથી પડ્યા ગયા બાદ સારવાર આપવામાં આવી હતી અને ઇમરાન ખાન દ્વારા 2013નાં પોતાનાં અનુભવને શેર કરતા કરતા આવ નિવેદન આપવામાં આવ્યું હતું. 

ઇમરાન ખાન દ્વારા કરવામાં આવેલા “નર્સ અપ્સરા લાગવા માંડી”નાં નિવેદન વિશે ટ્રોલર સેનાને ખબર પડતાં જ તેમણે વડા પ્રધાન ઇમરાનની ઠેકડી ઉડાળવાનું કર્યું હતું. તેના નિવેદન પર વિવિધ પ્રકારના લોકોએ નિવેદનો આપ્યા હતા. ખુદા બક્ષે કહ્યું કે, ઇમરાન ખાનને ઈંજેકશન આપવું જોઈએ જેથી તે ઈરાન જઈ શકે. તેવી જ રીતે, અન્ય લોકોએ પણ તેને ખૂબ ટ્રોલ કર્યા હતા. 

આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં, હવામાન પરિવર્તન ખાતાનાં રાજ્ય મંત્રી ઝરતાજ ગુલ વઝિર, વડા પ્રધાન ઇમરાન ખાનનાં ગુણગાન કરતા જોવા મળ્યા હતા. ઈમરાન ખાનની પ્રશંસા કરતી વખતે તે તેના કિલર ગ્રીનનો ઉલ્લેખ કરતા હતા. આટલું જ નહીં, વીડિયોમાં ઝરતાજે ઇમરાનને કરિશ્માપૂર્ણ માણસ ગણાવ્યો છે.

ઇમરાન ખાન રાજકીય સફળતા માટે ચર્ચામાં જોવા મળે કે ન મળે પણ ટ્રોલર્સ વચ્ચે ટ્રોલ થતા ચોક્કસ પણ સમયાંતરે જોવામાં આવી જ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન