Not Set/ અર્થવ્યવસ્થાને સુધારવા સુબ્રમણ્યમ સ્વામીની સલાહ, નોટો પર છાપો લક્ષ્મીજીનો ફોટો

ભારતીય જનતા પાર્ટીનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તેમના નિવેદનો અને મંતવ્યોનાં કારણે ઘણી વાર ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ તેમણે કઇંક એવુ જ નિવેદન આપ્યુ છે જેનાથી તેઓ ચર્ચામાં આવ્યા છે. ડૂંબતી અર્થવ્યવસ્થાને સુધારવા સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને બેન્ક નોટ પર દેવી લક્ષ્મીનો ફોટો છાપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, નોટ પર લક્ષ્મીજીની […]

Top Stories India
Subramanian Swamy2 અર્થવ્યવસ્થાને સુધારવા સુબ્રમણ્યમ સ્વામીની સલાહ, નોટો પર છાપો લક્ષ્મીજીનો ફોટો

ભારતીય જનતા પાર્ટીનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તેમના નિવેદનો અને મંતવ્યોનાં કારણે ઘણી વાર ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ તેમણે કઇંક એવુ જ નિવેદન આપ્યુ છે જેનાથી તેઓ ચર્ચામાં આવ્યા છે. ડૂંબતી અર્થવ્યવસ્થાને સુધારવા સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને બેન્ક નોટ પર દેવી લક્ષ્મીનો ફોટો છાપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, નોટ પર લક્ષ્મીજીની ફોટો છાપવાથી રૂપિયામાં સુધારો થશે.

તેમણે ભારતીય નોટ પર ધનની દેવી લક્ષ્મીનો ફોટો છાપવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, તેનાથી ડોલર સામે રૂપિયાનાં ઘટાડામાં સુધારો થશે. મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ ભારતીય નોંટમાં ધનની દેવી લક્ષ્મીની તસવીર છાપવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે, નોટ પર ધનેની દેવી લક્ષ્મીની તસવીર છાપવાથી ભારતીય ચલણની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આમાં કોઈ નુકસાન નથી.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અંગે તેમણે કહ્યું કે, આ કાયદામાં વાંધાજનક કંઈ જ નથી. યુપીએ શાસનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં નેતા અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 2003 માં સંસદમાં પાકિસ્તાનની લઘુમતીઓને નાગરિકત્વ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ આ ખરડો લાવ્યુ હતુ અને તેને સંસદમાં પસાર થઇ ગયુ હોવાથી હવે કોંગ્રેસ તેને સ્વીકારી રહી નથી અને અન્યાયિક રીતે તેને મુસ્લિમો સાથે જોડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.