Ahmedabad-Suicide/ આત્મહત્યા કરનારી મહિલા પોલીસ કર્મચારીના પ્રેમીની આત્મહત્યા

અમદાવાદમાં વાસણામાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી લલિતા પરમારે તેના મિત્રના ત્રાસના કારણે આત્મહત્યા (Suicide) કરી તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાના પરીણિત પ્રેમી જશુ રાઠોડે પણ હોટેલના રૂમમાં આત્મહત્યા કરી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 03 06T112158.214 આત્મહત્યા કરનારી મહિલા પોલીસ કર્મચારીના પ્રેમીની આત્મહત્યા

અમદાવાદ: અમદાવાદમાં વાસણામાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી લલિતા પરમારે તેના મિત્રના ત્રાસના કારણે આત્મહત્યા (Suicide) કરી તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાના પરીણિત પ્રેમી જશુ રાઠોડે પણ હોટેલના રૂમમાં આત્મહત્યા કરી છે. પોલીસે મહિલા કર્મચારીની આત્મહત્યા પછી જશુ રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાલડી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારી લલિતાબેન પરમારે વાસણા વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં ભાડાના મકાનમાં 29મી ફેબ્રુઆરીના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં વાસણા પોલીસને સ્યુસાઇડ નોટ મળીહતી. તેમા તેમના જ ગામમાં રહેતા અને 19 વર્ષથી પ્રેમ સંબંધ રાખનારા જશવંત ઉર્ફે જસલો રાઠોડના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ અંગે વાસણા પોલીસે તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમના જ ગામમાં રહેતો અને 19 વર્ષથી પ્રેમ સંબંધ રાખનાર જશવંત ઉર્ફે જસલો રાઠોડના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે મામલે વાસણા પોલીસે આરોપી જશવંત ઉર્ફે જસલા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લલીતાબેને કંટાળીને આપઘાત કર્યો
આરોપી જશવંત મૃતક લલીતાબેનને સતત ફોન કર્યા કરતો હતો. બાદમાં વીડીયો કોલ કરીને નોકરી છોડી દેવા કે બીજા સાથે વાત ન કરવા કહીને દબાણ કરીને ત્રાસ આપતો હતો. આરોપી સતત હું કહું એટલું જ તારે કરવાનું તેમ કહીને દબાણ કરતા લલીતાબેને કંટાળીને આપઘાત કર્યો હતો.

પોલીસે જે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે તેમાં લલીતાબેને આરોપી પર અનેક આક્ષેપ કર્યા છે. જેમાં, હું લલીતા પરમાર મરવા મજબુર થઇ ગઇ છું અને હું હવે આ જીવનથી કંટાળી ગઇ છું. ખાવા પીવાની કસાયની નથી રહેવા દીધી. મારાથી મોટી ભુલ થઇ ગઇ છે હવે મારાથી સહન નથી થાતુ અને એ મારી મોટી ભુલ છે જસલાએ (જશવંત રાઠોડ). મારી જીંદગી બગાડી નાખી મને નોકરી નથી કરવા દેતો, મને જીવવા નથી દેતો, ગમે તે વાતે મને બોલે છે અને ગાળો આપે છે.
મારા જીવનની શાંતિ છીનવાઇ ગઇ છે, હવે મારાથી સહન નથી થાતું. મારી ઉપર તલ ભર વિશ્વાસ નથી કરતો, મારી આ ભુલ છેલ્લા 19 વર્ષથી થઇ છે પણ હવે નથી થાતું. મારે મરવાનું કારણ હું અને જસલો છે અને હવે મારાથી જરાય સહન નથી થતું. મારે નોકરી આવે તો મને નોકરી કરવા દેતો નથી, જવા દેતો નથી, સુવા દેતો નથી, આખી રાત વિડીયો કોલ ચાલુ રાખે છે, મારા ઉપર વેમાય છે, મને મરવા મજબુર કરે છે એટલે હું મરૂ છું. મારા મોબાઇલમાં બધા મેસેજ વિડીયો કોલ રેકોર્ડિંગ બધુ પડેલું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા દીપક પરમારે વાસણા પોલીસ સ્ટેશનમાં જશવંત ઉર્ફે જસલો રાઠોડ નામના યુવાન સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. દીપક પરમારની નાની બહેન લલિતા પાલડી પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતી હતી અને તે વાસણા વિસ્તારમાં રહેતી હતી. તેણે 29મી ફેબ્રુઆરીના દિવસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે વિસ્તારપૂર્વક તપાસ કરતાં પલંગ પર પડેલા ચોપડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ