Not Set/ નવા વર્ષમાં SBI એ આપી ગ્રાહકોને ભેટ, કાર્ડ અને કેશ નહી હોય તો પણ કરી શકશો પેમેન્ટ

નવા વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) એ ગ્રાહકોને મોટી ભેટ આપતા એક નવું પેમેન્ટ મોડ રજૂ કર્યું છે. તેની વિશેષતા એ છે કે જો તમારી પાસે ચુકવણી કરવા માટે રોકડ અથવા કાર્ડ નથી, તો પછી તમે તમારો અંગૂઠો બતાવીને ચૂકવણી કરી શકો છો. બેંક દ્વારા લોંચ કરવામાં આવેલી BHIM Aadhaar SBI એપ્લિકેશનની મદદથી, તમે […]

Top Stories Business
SBI Pic નવા વર્ષમાં SBI એ આપી ગ્રાહકોને ભેટ, કાર્ડ અને કેશ નહી હોય તો પણ કરી શકશો પેમેન્ટ

નવા વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) એ ગ્રાહકોને મોટી ભેટ આપતા એક નવું પેમેન્ટ મોડ રજૂ કર્યું છે. તેની વિશેષતા એ છે કે જો તમારી પાસે ચુકવણી કરવા માટે રોકડ અથવા કાર્ડ નથી, તો પછી તમે તમારો અંગૂઠો બતાવીને ચૂકવણી કરી શકો છો. બેંક દ્વારા લોંચ કરવામાં આવેલી BHIM Aadhaar SBI એપ્લિકેશનની મદદથી, તમે ફક્ત આધાર નંબર દ્વારા જ ચુકવણી કરી શકો છો. એસબીઆઈએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. આ એપ્લિકેશનને ફક્ત દુકાનદાર/મર્ચેન્ટ/ટ્રેડર્સ/નાના ઉદ્યોગપતિને ઇન્સ્ટોલ કરવાનુ હોય છે, ગ્રાહકને નહીં.

આ સુવિધા મેળવવા માટે દુકાનદારે આ એપ પર રજિસ્ટર કરાવવું પડશે. નામ, સરનામું, ફોન નંબર, આધાર નંબર અને વ્યવસાય સંબંધિત માહિતી નોંધણીમાં આપવી પડશે. જે બેંક ખાતામાં તેઓ ચુકવણી મેળવવા માંગે છે તે પસંદ કરવું પડશે. તે ધ્યાનમાં પણ રાખો કે તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલુ હોવુ જોઈએ. નોંધણી પછી, દુકાનદારને ગ્રાહકની ફિંગરપ્રિન્ટ લેવા માટે STQC પ્રમાણિત FP સ્કેનરની જરૂર પડશે. આ સ્કેનરને એન્ડ્રોઇડ મોબાઇલથી કનેક્ટ કરવું પડશે.

દરેક ખરીદી બાદ, તમારે બેંકનું નામ પસંદ કરી આધાર નંબર, રકમ પોતાના  દુકાનદારનાં મોબાઈલમાં નાખવાનો છે અને અંગૂઠાનાંનિશાનને સ્કેન કરી પેમેન્ટને પ્રમાણિત કરવુ પડશે. જેનાથી તમારુ પેમેન્ટ સીધુ દુકાનદારનાં ખાતામાં ટ્રાંસફર થઇ જશે.પેમેન્ટ સફળ થયા બાદ તમને SMS પણ આવશે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.