સર્વે/ વૃદ્ધાવસ્થામાં સ્ત્રીઓને માનસિક સંઘર્ષ વધુ જયારે પુરુષોમાં સમાયોજનનો અભાવ

વૃદ્ધોની સમસ્યાઓ જોઈએ તો શારીરિક નબળાઈ, માનસિક બીમારી, એકલતાની સમસ્યા, આર્થિક અસુરક્ષાની સ્થિતિ, સંયુક્ત કુટુંબની ગેરહાજરીની સમસ્યા, યોગ્ય કાળજીની સમસ્યા, મનોરંજનની સમસ્યા વગેરે સમસ્યાઓ જોવા મળે છે. જેની અસર સ્ત્રીઓ અને પુરુષો પર અલગ અલગ થાય છે.

Top Stories Health & Fitness Lifestyle
વૃદ્ધાવસ્થા

જીવનની સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા . આ સમયે શારીરિક સમસ્યાઓતો અનુભવાય છે પણ સાથે માનસિક અને ખાસ કરીને સમાયોજનની સમસ્યાઓ અનુભવાતી હોય છે. વૃદ્ધાવસ્થા એટલએ કે ઉંમર વધવાની સાથે શરીર નબળું પડવા લાગે છે. શારિરીક રીતે ડાયાબીટીસ, મોતિયા, હાયપર ટેન્શન, સાંભળવાની ખોટ, હૃદયરોગ, સંધિવા, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ છે. આ સિવાય ડિપ્રેશન, ડિમેન્શિયા, ઊંઘની સમસ્યા, ડ્રગ્સનું વ્યસન વગેરે જેવી માનસિક સમસ્યાઓ છે.વૃદ્ધોની સમસ્યાઓ જોઈએ તો શારીરિક નબળાઈ, માનસિક બીમારી, એકલતાની સમસ્યા, આર્થિક અસુરક્ષાની સ્થિતિ, સંયુક્ત કુટુંબની ગેરહાજરીની સમસ્યા, યોગ્ય કાળજીની સમસ્યા, મનોરંજનની સમસ્યા વગેરે સમસ્યાઓ જોવા મળે છે. જેની અસર સ્ત્રીઓ અને પુરુષો પર અલગ અલગ થાય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં હર્ષા ગોંડલીયા દ્વારા 1260 લોકો પર સર્વે હાથ ધરીને જાણવામાં આવ્યું કે વૃદ્ધાવસ્થામાં સમાયોજનનિ તકલીફો કોનામાં વધુ જોવા મળે છે જેમાં તારણો મળ્યા કે વૃદ્ધ પુરુષોમાં સમાયોજનની સમસ્યાઓ વધુ જોવા મળે છે.

વૃદ્ધાવસ્થામાં માનસિક સંઘર્ષ કોને વધારે થતો જોવા મળે છે? જેમાં 66.2% એ સ્ત્રીઓ અને ૩૩.8% એ પુરુષો જણાવ્યું.

વૃદ્ધાવસ્થામાં એકલતાની અનુભૂતિ કોનામાં વધારે જોવા મળે છે? જેમાં 61.5%એ પુરુષો અને 38.5% એ સ્ત્રીઓ જણાવ્યું.

વૃદ્ધાવસ્થામાં ગુસ્સાનું પ્રમાણ સહુથી વધુ કોનામાં જોવા મળે છે? જેમાં 52.3% એ પુરુષો અને 47.7% એ સ્ત્રીઓ જણાવ્યું.

વૃદ્ધાવસ્થામાં કોણ વધુ માનસિક રીતે મજબુત જોવા મળી રહે છે? જેમાં 53.8% એ સ્ત્રીઓ અને 46.2% એ પુરુષો જણાવ્યું.

વૃદ્ધાશ્રમમાં કોની સંખ્યા સહુથી વધુ જોવા મળી રહી છે? જેમાં 78.5% એ પુરુષો અને 21.5% એ સ્ત્રીઓ જણાવ્યું.

વૃદ્ધાવસ્થામાં કુટુંબના સભ્યો સાથે સહુથી વધુ સંઘર્ષ કોને થતો જોવા મળે છે? જેમાં 76.9% એ સ્ત્રીઓ અને 23.10% એ પુરુષો જણાવ્યું

વૃદ્ધાવસ્થામાં અન્ય લોકો સાથે સમાયોજન કોણ સારી રીતે સાધી શકે છે? જેમાં 58.5% એ સ્ત્રીઓ અને 41.5% એ પુરુષો જણાવ્યું.

વૃદ્ધાવસ્થામાં વધુ પડતા બોલકા (કારણ વગરનું બોલવું )કોણ જોવા મળે છે? જેમાં 83.10% એ સ્ત્રીઓ અને 16.9% એ પુરુષો જણાવ્યું.

વૃદ્ધાવસ્થા દરમિયાન કોનામાં અસલામતીની લાગણી જોવા મળે છે? જેમાં 66.2% એ સ્ત્રીઓ અને ૩૩.8% એ પુરુષો જણાવ્યું.

વૃદ્ધાવસ્થામાં નિસહાય સહુથી વધુ કોણ અનુભવે છે? જેમાં 53.8% એ પુરુષો અને 46.2% એ સ્ત્રીઓ જણાવ્યું.

વૃદ્ધાવસ્થામાં સમાયોજનની સમસ્યાઓ કોનામાં વધુ જોવા મળે છે? જેમાં 55.4% એ પુરુષો અને 44.6% એ સ્ત્રીઓ જણાવ્યું.

Above 1 વૃદ્ધાવસ્થામાં સ્ત્રીઓને માનસિક સંઘર્ષ વધુ જયારે પુરુષોમાં સમાયોજનનો અભાવ

આ પણ વાંચો : NHAIની મોટી જાહેરાત,આ ટોલ પ્લાઝાના વિસ્તારમાં આવતા ગામોને આપવામાં આવશે માસિક પાસ,જાણો