Not Set/ બનાસકાંઠાનાં કુડા ગામે એક જ પરિવારનાં ચાર લોકોની સામુહીક હત્યા

બનાસકાંઠામાંથી ગોઝારી સામુહિક હત્યાની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ચાર-ચાર લોકોની હત્યાથી નાનકડા કુડા ગામ હચમચી ગયું છે. સામુહિક હત્યાનાં બનાવથી સમગ્ર પંથકમાં સન્નાટો છવાય ગયો છે. લાખણી તાલુકા પંથકનાં લોકોમાં સામુહિક હત્યાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભારે રોષ અને ધૃણાની લાગણી જોવા મળી રહી છે. બનાસકાંઠા જીલ્લાનાં લાખણી તાલુકાનાં નાનકડા એવા […]

Top Stories Gujarat Others
pjimage 9 બનાસકાંઠાનાં કુડા ગામે એક જ પરિવારનાં ચાર લોકોની સામુહીક હત્યા

બનાસકાંઠામાંથી ગોઝારી સામુહિક હત્યાની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ચાર-ચાર લોકોની હત્યાથી નાનકડા કુડા ગામ હચમચી ગયું છે. સામુહિક હત્યાનાં બનાવથી સમગ્ર પંથકમાં સન્નાટો છવાય ગયો છે. લાખણી તાલુકા પંથકનાં લોકોમાં સામુહિક હત્યાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભારે રોષ અને ધૃણાની લાગણી જોવા મળી રહી છે.

bk3 બનાસકાંઠાનાં કુડા ગામે એક જ પરિવારનાં ચાર લોકોની સામુહીક હત્યા

બનાસકાંઠા જીલ્લાનાં લાખણી તાલુકાનાં નાનકડા એવા કુડા ગામે ગઇકાલે રાત્રે એક જ પરિવારનાં પાંચ વ્યક્તિ પર તિક્ષ હથિયારથી હુમલો કરવમાં આવ્યો હતો. હુમલામાં એક જ પરિવારનાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, તો એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર છે. હાલ ઇજાગ્રસ્ત સભ્ય સારવાળ હેઠળ છે. એક જ પરિવારના 5 સભ્યોનાં ગળાનાં ભાગે તિક્ષ હથિયાર હુલાવી દેવામા આવ્યું હતું. મૃતકોમાં એક જ પરિવારનાં મોભીનાં પત્ની, પુત્રી અને બે પુત્રનાં મોત થયા છે. હાલ પરિવારનાં મોભીની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠશ હોસ્પિટલ હોવાથી હુમલા વિશે બીજી માહિતી સાંપડતી નથી. ઇજાગ્રસ્ત વ્યકિત કોઇ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવા માટે સક્ષમ નથી.

bk4 બનાસકાંઠાનાં કુડા ગામે એક જ પરિવારનાં ચાર લોકોની સામુહીક હત્યા

પ્રાપ્ત માહિતી અનુસાર હત્યાનો બનાવ બન્યો તે ધરની દિવાલો પર કોઇ હિસાબ લખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવે છે. હાલ હત્યાના બનાવ પાછળ કોઇને કોઇ આર્થિક વ્યાવહારો કરાણ ભૂત હોવાની આશંકા છે. તો હત્યા પરિવારનાં મોભી જે હોસ્પીટલમાં સારવાર નીચે છે તેના દ્રારા જ કરી અને પોતે પણ આત્મહત્યા કરી હોવાની થિયરી પણ ચર્ચાય રહી છે.

bk1 બનાસકાંઠાનાં કુડા ગામે એક જ પરિવારનાં ચાર લોકોની સામુહીક હત્યા

બનાવ હત્યાનો છે કે હત્યા બાદ આત્મહત્યાનો તે તો સારવાર હેઠળ રહેલા ધરનાં પાંચમાં સભ્યનાં નિવેદનમાં જ બહાર આવશે. પરંતુ એક નાનકડા ગામમાં એક જ પરિવારનાં ચાર-ચાર સભ્યોનાં મોતથી હાહાકાર મચી જવા પામ્યો છે.

 

આપણ જુઓ………..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.