ઓડિશા ટ્રેન દુર્ઘટના/ બહાર આવ્યું દુર્ઘટનાનું કારણ, પહેલા સિગ્ન અપાયું અને પછી તરત પાછુ લઈ લેવાયુ

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને Odissa train Accident લઈને સંયુક્ત તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સિગ્નલમાં ખામીને અકસ્માતનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

Top Stories India

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને Odissa train Accident લઈને સંયુક્ત તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સિગ્નલમાં ખામીને અકસ્માતનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર, ગુડ્સ ટ્રેન લૂપ લાઇન પર ઉભી હતી, સિગ્નલની સમસ્યાને કારણે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી.

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 250 થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે જ્યારે લગભગ એક હજાર લોકો ઘાયલ થયા છે. ત્રણ ટ્રેનોની આ ભયાનક ટક્કર બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અકસ્માતનો Odissa train Accident સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.

રિપોર્ટ અનુસાર, માલગાડી બહાનાગા બજાર સ્ટેશન પર લૂપ Odissa train Accident લાઇનમાં ઉભી હતી. આ દરમિયાન ચેન્નાઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહાનગા બજાર સ્ટેશન પહોંચી હતી. બીજી ટ્રેન પસાર કરવા માટે દરેક સ્ટેશન પર લૂપ લાઇન છે. બહાનગા બજાર સ્ટેશન પર બે લૂપ લાઇન છે, ઉપર અને નીચે. જ્યારે સ્ટેશન પરથી ટ્રેન પસાર કરવાની હોય ત્યારે કોઈપણ ટ્રેનને લૂપ લાઇન પર ઊભી રાખવામાં આવે છે.

બહાનાગા બજાર સ્ટેશન પર કોરોમંડલ એક્સપ્રેસ અને Odissa train Accident યશવંતપુર હાવડા એક્સપ્રેસને પસાર કરવા માટે, માલસામાન ટ્રેનને સામાન્ય લૂપ લાઇન પર ઊભી કરવામાં આવી હતી. કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય અપ લાઇન પરથી તેજ ગતિએ પસાર થઈ રહી હતી. તે સમયે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પણ ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી.

બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. Odissa train Accident આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. બહાનગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા. અકસ્માત સમયે ડાઉન લાઇન પરથી પસાર થઈ રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયેલી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા.

આ પણ વાંચોઃ ઓડિશા ટ્રેન દુર્ઘટના/ કયા કારણોએ સર્જયો અકસ્માત, માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી જવાબદાર

આ પણ વાંચોઃ ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું

આ પણ વાંચોઃ જમ જેવો જમાઈ/ દાહોદમાં જમાઇ બન્યો જમ,સાસુનું ઢીમ ઢાળી દીધુ