જમ જેવો જમાઈ/ દાહોદમાં જમાઇ બન્યો જમ,સાસુનું ઢીમ ઢાળી દીધુ

દાહોદ જિલ્લાના પીપલેટમાં ગઈકાલે સાંજે જમાઈ તેની પત્નીને લેવા સાસરે પહોંચ્યો હતો. જોકે, સાસુ-સસરાએ દીકરીને ન મોકલવાનું કહેતાં જમાઈએ ગુસ્સે થઈને બંને પર છરી વડે હુમલો કર્યો હતો

Top Stories Gujarat Others
Untitled 13 2 દાહોદમાં જમાઇ બન્યો જમ,સાસુનું ઢીમ ઢાળી દીધુ

સાસુ-વહુ વચ્ચેના ઝગડાની ઘટના તો વારંવાર છાપામાં છપાતી રહે છે, પરંતુ દાહોદમાં એક જમાઈએ સંબંધોને શરમાવ્યા છે. અહીં એક જમાઈએ સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જમાઈએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા સાસુ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે જમાઈ સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર,દાહોદ જિલ્લાના પીપલેટમાં ગઈકાલે સાંજે જમાઈ તેની પત્નીને લેવા સાસરે પહોંચ્યો હતો. જોકે, સાસુ-સસરાએ દીકરીને ન મોકલવાનું કહેતાં જમાઈએ ગુસ્સે થઈને બંને પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં સાસુ ગંભીર રીતે ઘાયલ થયા હતા જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ જી જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

આ મામલે ચાકલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે હવે પોલીસે સાસુની હત્યા કરનારા જમાઈ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:મહિલાને બ્લેકમેલ કરી રોકડા રૂપિયા અને સાત તોલા દાગીના પડાવનાર ઝડપાયો

આ પણ વાંચો:સુરતમાં લોકોને સારા વ્યાજની લાલચ આપી 1 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવી લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી 13 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:કાપડ વેપારીને છોકરીનો ફોટો મોકલી હની ટ્રેપમાં ફસાવી 50 લાખ પડાવ્યા, પોલીસે બે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો:બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિન હરીફ વરણી, વધુ અઢી વર્ષ માટે બન્યા સુકાની

આ પણ વાંચો:ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો, 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન